World Savings Day : સુરતમાં છેલ્લા સાત મહિનામાં પોસ્ટ વિભાગના સુરત ડિવિઝનમાં બચતની વિવિધ યોજના અંતર્ગત એક લાખ ૩૦ હજારથી વધુ ખાતા ખુલ્યા

World Savings Day : ભારત સરકારે દીકરી તથા મહિલાને આર્થિક રીતે સક્ષમ બનાવવા નવી બચત યોજના અમીલ બનાવી છે

More than one lakh 30 thousand accounts were opened under various savings schemes in Surat Division of Post Department in the last seven months.

News Continuous Bureau | Mumbai

World Savings Day :  કહેવાય છે દરેક પરિવાર માટે બચત એ પરિવારનો બીજા ભાઈ છે આ સૂત્રને ચરિતાર્થ કરવા દરેક પરિવારે પોતાની આવક સાથે નાણાની બચત કરવી જોઈએ. ભવિષ્યમાં અને મુશ્કેલીના સમયમાં નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે બચત જરૂરી છે. બચત કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. આ પરંપરા વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે વિશ્વ બચત દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ બચત દિનની ઉજવણી સૌ પ્રથમવાર વર્ષ ૧૯૨૪માં ઈટલીના મિલાન(Milan) શહેરમાં બચત પ્રવૃત્તિની શરૂઆત થઈ હતી. નાની એવી બચત સરવાળે ઘણો મોટો લાભ કરાવે છે અને બચત એ સંકટ સમયની સાંકળ પણ બની રહે છે.

Join Our WhatsApp Community

More than one lakh 30 thousand accounts were opened under various savings schemes in Surat Division of Post Department in the last seven months.

સુરત(Surat) પોસ્ટ વિભાગના ડિવિઝનના આઈપીઓપીજી ધર્મેશ જરીવાલાએ જણાવ્યું કે, સુરત પોસ્ટ વિભાગ હેઠળની બે હેડ ઓફિસ, ૫૫ સબ પોસ્ટ ઓફિસ, ૧૮૦ બ્રાંચ પોસ્ટ ઓફિસમાં તા.૧/૪/૨૦૨૩થી આજ દિન સુધી નાની બચત યોજના અંતર્ગત વિવિધ ખાતાઓ ખોલવામાં આવ્યા છે. જેમાં માસિક આવક યોજના અંતર્ગત ૧૦૨૪૨, પબ્લિક પ્રોવિડેંટ ફંડની ૧૦૮૬, સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ૪૯૬૯ ખાતાઓ, રિકરિંગ યોજના હેઠળ ૧૬૮૯૮, બચત ખાતા હેઠળ ૧૧૦૮૨, સિનિયર સિટીઝન સ્કીમમાં ૫૫૬૦, ટાઈમ ડિપોઝિટ હેઠળ ૩૫૦૩૨, કિસાન વિકાસ પત્ર હેઠળ ૧૩૬૦૪, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ હેઠળ ૨૭૦૭૯ અને મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ હેઠળ ૫૧૫૭ ખાતાઓ મળી કુલ ૧,૩૦,૭૦૯થી વધુ ખાતાઓ ખોલવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Fake News : રતન ટાટાએ 2023 વર્લ્ડ કપ વચ્ચે વાયરલ વોટ્સએપ ફોરવર્ડ્સમાં ક્રિકેટરો માટે ઈનામની જાહેરાત કરવાના દાવાને નકાર્યો

છેલ્લા પાંચ વર્ષમાં વિશ્વના વિકસતા દેશોમાં નાની બચતના રોકાણ ક્ષેત્રે ભારતે ઘણી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. નાના રોકાણો ફક્ત રોકાણકારોને તો લાભદાયી છે જ, પરંતુ સમાજના વિકાસમાં પણ આ નાણા એટલાં જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષથી નાની બચતમાં લોકોનાં રોકાણો અધધ વધ્યાં છે. તેનું મુખ્ય કારણ આવકવેરા માંથી મળતી મુક્તિ અને નાણાંની સલામતીની ખાતરી છે. આ નિર્ણય પગાર ધરાવતા વર્ગ માટે આવકારદાયક બન્યો અને રોકાણો વધતા જ ગયા. નાની બચત ક્ષેત્રમાં થતા રોકાણની મુખ્ય યોજનાઓમાં પોસ્ટ ઓફિસ બચત ખાતુ (SB), રીકરીંગ થાપણ(RD) – ૫ વર્ષ, માસિક આવક (MIS) – ૫ વર્ષ, મુદતી થાપણ (TD) – ૧,૨,૩,૫ વર્ષ, નેશનલ સેવિંગ સર્ટિ (NSC) – ૫ વર્ષ, કિસાન વિકાસ પત્રો, સુકન્યા સમૃદ્ધિ યોજના (SSA), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, પોસ્ટ ઓફિસ, સેવિંગ્સ એકાઉન્ટ, સિનિયર સિટીઝન (SCSS) – ૫ વર્ષ, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોત યોજના સહિત પોસ્ટ ઓફિસની મન્થલી ઈન્કમ સ્કિમ તથા અન્ય બેકિંગ યોજના સહિત ભારતની દરેક દીકરી તથા મહિલાને આર્થિક રૂપે વધુ સક્ષમ બનાવવાના આશ્રયથી ભારતીય ટપાલ વિભાગ દ્વારા બચત યોજનાઓ અમલી બનાવી છે.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version