Mukesh Dalal: અડાજણ ખાતે વિશ્વના પ્રસિદ્ધ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના ‘હુનર ઓફ ઈન્ડિયા’ પ્રદર્શન સહ વેચાણને ખુલ્લું મુકતા સાંસદ મુકેશભાઈ દલાલ

Mukesh Dalal: ૧૦૦થી વધુ સ્ટોલમાં તા.૧૬મી ઓગષ્ટ સુધી સમગ્ર ભારતમાંથી આવેલા હેન્ડલુમ અને હેન્ડીક્રાફટના કલાકારો પાસેથી અવનવી ચીજવસ્તુઓ ખરીદવાની સુવર્ણતક.

News Continuous Bureau | Mumbai 

Mukesh Dalal: ભારત સરકારના એન્ટરપ્રિન્ટશીપ ડેવલપમેન્ટ ઈન્સ્ટીયુટ ઓફ ઈન્ડિયા ( Entrepreneurship Development Institute of India ) દ્વારા પ્રસિદ્ધ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના આર્ટીઝન સહિતની ચીજવસ્તુઓ સાથે સમગ્ર ભારતમાંથી આવેલા હુન્નર કલાકારો દ્વારા હુન્નર ઓફ ઈન્ડિયા ( Hunar Of India ) સાથેનું અડાજણ ખાતે પ્રદર્શન કમ વેચાણ કેન્દ્રને સુરતના ( Surat ) સાંસદશ્રી મુકેશભાઈ દલાલના હસ્તે તથા મેયરશ્રી દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું હતું. ૧૦૦થી હેન્ડલુમ્સની ચીજવસ્તુઓ સાથેના સ્ટોલોનું અડાજણ એસ.એમ.સી. પાર્ટી પ્લોટ, આનદ મહલ રોડ ખાતે તા.૧૬મી ઓગષ્ટ સુધી સવારે ૧૦:૩૦ થી રાત્રે ૯:૩૦ સુધી સૂરતવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community
MP Mukesh Dalal inaugurating the Hunar of India' exhibition and sale of world famous handlooms and handicrafts at Adajan.

MP Mukesh Dalal inaugurating the Hunar of India’ exhibition and sale of world famous handlooms and handicrafts at Adajan.

             આ અવસરે ( Handloom Exhibition ) સાંસદશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આવા હુન્નર પ્રદર્શનો મહત્વની ભુમિકા નિભાવશે. ભારતના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા કલાકારો દ્વારા ઉત્પાદિત જુદી જુદી વસ્તુઓને ખરીદીને વોકલ  ફોર લોકલના સુત્રને સાકારિત કરવાનો અનુરોધ કર્યો હતો.      

MP Mukesh Dalal inaugurating the Hunar of India’ exhibition and sale of world famous handlooms and handicrafts at Adajan.

MP Mukesh Dalal inaugurating the Hunar of India’ exhibition and sale of world famous handlooms and handicrafts at Adajan.

       ભારત સરકારના એન્ટરપ્રિન્ટશીપ ડેવલપમેન્ટ ઈન્સ્ટીયુટ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત આ પ્રદર્શનમાં ભાગલપુરી, કાંજીવરમ સાડી, મેરઠની ખાદી, લિનન, જ્યુટ, પંજાબી જુતી, વુડન કાર્વિંગ ફર્નિચર, કલમકારી હેન્ડવર્ક, ટેરાકોટા જ્વેલરી લખનવી ચિકનવર્ક ફેબ્રિક જ્વેલરી, વરલી પ્રિન્ટ ફેન્સી હેન્ડવર્ક બેગ તેમજ અલગ રાજ્યો  તમામ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટની તમામ ચીજવસ્તુ સુરતના આંગણે પ્રદર્શન કરવામાં આવી છે જેનો સુરતીઓએ મોટી સંખ્યામાં ખરીદી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

MP Mukesh Dalal inaugurating the Hunar of India’ exhibition and sale of world famous handlooms and handicrafts at Adajan.

આ સમાચાર પણ વાંચો :  Constitution Temple: મહારાષ્ટ્રની ૫૮૨ શૈક્ષણિક સંસ્થાઓમાં બંધારણ મંદિર બનાવાશે, ૧૫ મી ઓગસ્ટે થશે ઉદ્ઘાટન

MP Mukesh Dalal inaugurating the Hunar of India’ exhibition and sale of world famous handlooms and handicrafts at Adajan.

               આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, ભારત સરકારના રેલવે મંત્રાલયના પેસેન્જર સુવિધા સમિતિના સભ્ય છોટુભાઈ પાટીલ, એફસીઆઈના સભ્ય દર્શના જાની, ઇડીઆઈઆઈના અનુજકુમાર ગુપ્તા, સ્થાનિક કોર્પોરેટરો સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

MP Mukesh Dalal inaugurating the Hunar of India’ exhibition and sale of world famous handlooms and handicrafts at Adajan.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

EV incentives Surat: સુરત ગ્રીન વ્હીકલ પોલિસી-૨૦૨૫ શું છે?
Surat e-mobility: દેશની સૌપ્રથમ ‘સુરત ગ્રીન વ્હીકલ પોલિસી-૨૦૨૫’નું લોન્ચિંગ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ
Pulsana Gram Panchayat: સુરત જિલ્લાની પલસાણા ગ્રામપંચાયતનું ‘ડિજિટલ ઈન્ડિયા’ તરફ વધુ એક પગલું
Surat VRDL: સરકારી મેડિકલ કોલેજ-સુરતની વાયરલ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી (VRDL)એ દેશની ટોચની ૧૦ લેબોરેટરીમાં સ્થાન મેળવ્યું
Exit mobile version