News Continuous Bureau | Mumbai
Gujarat Global Expo: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને અનુસરી સરકારના વિવિધ વિભાગોએ મેળવેલી સિદ્ધિ વિષે સુરતવાસીઓ જાણકારી મેળવી શકે એ માટે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે તા.૧૯ થી ૨૧ દરમિયાન આયોજિત ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’ મેગા એક્ઝિબિશનની બીજા દિવસે સાંસદ મુકેશભાઈ દલાલ અને મેયર દક્ષેશભાઈ માવાણીએ મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ પ્રદર્શનીથી વાકેફ થયા હતા. પરિચિત ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં બીજા દિવસે મોટી સંખ્યામાં નાગરિકો, શાળા-કોલેજોના જિજ્ઞાસુ વિદ્યાર્થીઓએ સ્ટોલ્સમાં પ્રદર્શિત કૃતિઓ, વિભાગોની સિદ્ધિઓની સસ્લાઈડસ, ઓડિયો-વિઝ્યુઅલ્સને રસપૂર્વક નિહાળી ઉપયોગી જાણકારી મેળવી હતી.

આ સમાચાર પણ વાંચો : Suvali Beach Festival: ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ: તા.૨૨મી ડિસેમ્બર સુધી બીચ ફેસ્ટિવલ માણવાની તક
એક્ઝિબિશનમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની ૧૦૦ જેટલી સંસ્થાઓ તેમની સિદ્ધિઓનું પ્રદર્શન કરી રહી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના વિકાસકામો, વિવિધ અભિયાનો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવેલી સિદ્ધિઓને પ્રદર્શિત કરાઈ છે, જેમાં DRDO, પાવરગ્રીડ, ઈસરો, GSI, CSIR, NCERT, ICAR, જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, C.W..C., APEDA, ICMR, MOES, REC , BIS , CPCB, NIF , DC Handicrafts, Garvi Gurjari, KRIBHCO, GAIL, REC, ONGC જેવી સરકારી જાહેર એજન્સી-સંસ્થાઓ ભાગ લીધો છે. તા.૨૧મી સુધી ત્રણ દિવસ માટે સવારે ૧૦.૩૦ થી ૫.૩૦ વાગ્યા દરમિયાન શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, આમ નાગરિકો નિ:શુલ્ક પ્રવેશ મેળવી પ્રદર્શનને નિહાળી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.