National Road Safety: ટ્રાફિક નિયમોને અનુસરવાનો અનોખો સંદેશ, સુરત સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ બનાવી વિશાળ માનવ આકૃતિ; જુઓ ફોટોઝ

National Road Safety: સુરતના સ્વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાલય (વેડરોડ)ના વિદ્યાર્થીઓએ I FOLLOW અને Traffic Signal Lights ના સિમ્બોલની વિશાળ માનવ આકૃતિ બનાવી ટ્રાફિક નિયમો, ટ્રાફિક સિગ્નલોને અનુસરવાનો અનોખો સંદેશ આપ્યો

National Road Safety A unique message to follow traffic rules, students of Surat Swaminarayan Gurukul created a giant human figure; see photos

News Continuous Bureau | Mumbai

National Road Safety: સુરત પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી ઓથોરિટી પ્રેરિત ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ની ઉજવણી થઈ રહી છે, ત્યારે શહેર પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી-સુરતના સંયુક્ત ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, વેડ રોડ ખાતે ટ્રાફિક અવેરનેસ સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ(વેડ રોડ)ના ૮૫૦ વિદ્યાર્થીઓએ શાળાના વિશાળ પટાંગણમાં અંતર્ગત ટ્રાફિક નિયમો તથા ટ્રાફિક સિગ્નલોને અનુસરવા માટે અનોખી રીતે સંદેશ આપતા અદભૂત શિસ્ત અને ટીમવર્ક સાથે I FOLLOW અને Traffic Signal Lights ના સિમ્બોલની વિશાળ માનવ આકૃતિ બનાવી હતી.

Join Our WhatsApp Community

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

શહેર પોલીસના ‘આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ એવરનેસ કેમ્પેઈન’માં સહયોગી બની રાજ્યની જનતાને સિમ્બોલિક સંદેશો પાઠવ્યો હતો. વિદ્યાર્થીઓ અને શાળાસ્ટાફને પ્રોત્સાહિત કરવા ટ્રાફિક ડીસીપી શ્રી અમિતા વાનાણી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. ભગીરથસિંહ પરમાર, ટ્રાફિક એસીપી વી.પી. ગામીત, શિક્ષણ નિરીક્ષક ડૉ. સંગીતાબેન મિસ્ત્રી, પી.આઈ. શ્રી રાઠોડ, શાળાસ્ટાફ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આ સમાચાર પણ વાંચો :  Central Government: રાજ્ય સરકારોને મૂડી ખર્ચમાં વધારો કરવા કેન્દ્ર સરકારની વિમોચન યોજના, અધધ આટલા કરોડના કર વિનિમયની કરી જાહેરાત…

 

 

 

 

 

 

 

 

 

 

National Road Safety: ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી અને જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.ભગીરથસિંહ પરમારે શાળાના ગુજરાતી માધ્યમના આચાર્ય અરવિંદભાઈ ઠેસિયા, અંગ્રેજી માધ્યમના આચાર્ય ધર્મેશભાઈ સલિયા, ગુરૂકુલ કેમ્પસ સહનીરિક્ષક ભગવાનભાઈ કાકડીયા, અતિથિ ભૂ.પૂ. વિદ્યાર્થી શ્રી દિનેશભાઈ ડાંગોદરાને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા અને ટ્રાફિક વિભાગની ટીમને પણ બિરદાવ્યા હતા.


 

 

 

 

 

 

 

 

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version