Site icon

Surat District: પ્રાકૃતિક કૃષિ લેખમાળા-૧૫: સુરત જિલ્લો

કૃષિ પાક ઉપર જીવામૃત્તનો છંટકાવ કરવાથી થાય છે ફુગજન્ય રોગોનું નિયંત્રણ

Spraying bio-fertilizer on agricultural crops controls fungal diseases

Spraying bio-fertilizer on agricultural crops controls fungal diseases

News Continuous Bureau | Mumbai

ભારતમાં હાલ પરંપરાગત ખેતી પધ્ધતિના સ્થાને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ધીરે ધીરે વધી રહ્યો છે. આજની પરિસ્થિતિ જોતા પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતા દેશી ખાતર અને જંતુનાશકોનું મહત્વ સવિશેષ છે.વર્ષો પહેલા દેશમાં થયેલી હરિયાળી ક્રાંતિના પગલે ભારતની ખેત પધ્ધતિમાં પણ અનેક પરિવર્તન આવ્યા. આ પરિવર્તનની સાથે જ આ રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાઓએ આપણી બજારોમાં અને ત્યાંથી ધીરે ધીરે ખેડૂતોના ખેતરોમાં પગપેસારો કર્યો. જે ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગના ગંભીર પરિણામો આજે આપણે ભોગવી રહ્યા છીએ. હજુ સમય છે કે, આપણે ઘન જીવામૃત, બીજામૃત, નીમાસ્ત્ર વગેરેનો ઉપયોગ કરી બિનઝેરી ખેત પેદાશોનું ઉત્પાદન કરી શકીએ છીએ.

Join Our WhatsApp Community

રાસાયણિક ખેતીમાં ઉત્પાદિત થતી ખાદ્ય પેદાશો ધીમે ધીમે શરીરને હાનિ પહોંચાડે છે જ્યારે પ્રાકૃતિક ખેતીની ઉપજ ઉત્તમ ફાયદો આપનારી છે. પર્યાવરણીય દ્રષ્ટિકોણની સાથે ખેતીની ઉત્પાદકતા વધારવા માટે પણ પ્રાકૃતિક ખેતી મહત્વની છે. પ્રાકૃતિક ખેતીના ફાયદા અને તેનું મહત્વ સમજી ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. પ્રાકૃતિક ખેતીની શરૂઆતના તબક્કામાં જો માવજતપૂર્વક સારસંભાળ રાખવામાં આવે તો ઉત્તમ પરિણામ મળે છે.

આ સમાચાર પણ વાંચો  : Surat Farming: સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે હરણફાળઃ:સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો પ્રથમ અભૂતપૂર્વ કિસ્સો

જ્યારે જમીન રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગના કારણે બીનઉપજાઉ બનેલી હોય અને ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવામાં આવે તો આવી જમીનમાં રોગ અને જીવાતો વધુ પ્રમાણમાં આવે છે. જેના નિયંત્રણ કરવા માટે નિમાસ્ત્ર, સૂંઠાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર વગેરે પ્રાકૃતિક જંતુરોધકોનો ઉપયોગ કરી ઉત્તમ પરિણામ મળી શકે છે. લીમડો, ધતુરો, આંકડો, ગળો, સીતાફળી જેવી વનસ્પતિઓને ગૌમૂત્રની અંદર ભેળવી ૨ લીટરના પ્રમાણમાં રાખી ૧૫ થી ૨૦ લીટર પાણીમાં ઉમેરીને પાક ઉપર છંટકાવ કરવાથી રોગ જીવાતનું નિયંત્રણ થશે.

મહિના જૂની છાશને પાણીમાં ભેળવીને બનાવેલા અનોખા જીવામૃત્તમને પાક ઉપર છંટકાવ કરવાથી ફુગજન્ય રોગોનું નિયંત્રણ થઈ શકે છે. આ છંટકાવ છોડવાઓને તાકાત પણ આપશે અને રોગથી પણ બચાવશે. ખેડૂતો નજીવા ખર્ચે આવા બધા જ પ્રકારના પ્રાકૃતિક છંટકાવોને પોતાના ઘરે જ બનાવી શકે છે. જ્યારે તમારી જમીનનો સેન્દ્રિય કાર્બન વધી જશે અને જમીન ફળદ્રુપ બનશે ત્યારે તેનાથી પોતાની મેળે જ રોગો આવતા અટકી જશે. ચાલો કોઈપણ ખેતી પાક અથવા ફળઝાડ ઉપર છંટકાવ કરવા માટે પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરી ઘરે જ ઓછા ખર્ચવાળી દવા બનાવીએ અને ખેતર, ખેત પેદાશ, આપણું આરોગ્ય અને પર્યાવરણનું જતન કરીએ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.-

Surat Sakhi One Stop Center: સુરત સખી વન સ્ટોપ સેન્ટરની વધુ એક સફળતા: પરિવારથી નારાજ થઈને સુરત આવી પહોંચેલી ઉત્તરપ્રદેશની કિશોરીનું પરિવાર સાથે પુન:મિલન
Surat organ donation: નવી સિવિલ-લ હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી ત્રણને નવજીવન
Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
Surat Bullet Train: ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા
Exit mobile version