News Continuous Bureau | Mumbai

Nehru Yuva Kendra Surat : સુરતમાં આંતર-જિલ્લા યુવા આદાનપ્રદાન કાર્યક્રમનું આયોજન, આ જિલ્લાના 25 યુવાનો ૨ ટીમ લીડરો મહેમાન બન્યા

Nehru Yuva Kendra Surat : નેહરુ યુવા કેન્દ્ર-સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માએ જણાવ્યું કે, આદાનપ્રદાન કાર્યક્રમથી રાજ્યના યુવાનોને એક સાથે લાવવા, તેમના અનુભવો શેર કરવા અને એકબીજા પાસેથી શીખવા માટે પ્લેટફોર્મ પૂરૂ પાડવામાં આવે છે.

News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા તા.૨૭ ફેબ્રુ.થી ૩ માર્ચ સુધી આંતર-જિલ્લા યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ’ યોજાઈ રહ્યો છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓના યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને યુવા સશક્તિકરણને પ્રોત્સાહન મળે એ માટે કચ્છ જિલ્લાના ૨૫ યુવાનો અને ૨ ટીમ લીડરો સુરતના મહેમાન બન્યા છે. 

Join Our WhatsApp Channel

Nehru Yuva Kendra Surat My Bharat and Nehru Yuva Kendra-Surat organize inter-district youth exchange program in Surat till March 3

 

                    આ ૫ દિવસ દરમિયાન પ્રતિભાગી યુવાનો સાથે સાંસ્કૃતિક પ્રદર્શન, ઇન્ટરેક્ટિવ સત્રો અને શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને સામાજિક મુદ્દાઓ સહિત વિવિધ વિષયો પર ચર્ચા થઈ રહી છે. નેહરુ યુવા કેન્દ્ર-સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માએ જણાવ્યું કે, આદાનપ્રદાન કાર્યક્રમથી રાજ્યના યુવાનોને એક સાથે લાવવા, તેમના અનુભવો શેર કરવા અને એકબીજા પાસેથી શીખવા માટે પ્લેટફોર્મ પૂરૂ પાડવામાં આવે છે. અમારૂ લક્ષ્ય રાષ્ટ્રીય અને સામાજિક એકતા તેમજ યુવા વિકાસને પ્રોત્સાહન આપવાનું છે.

 

આ સમાચાર પણ વાંચો : Trail Running Marathon : મહારાષ્ટ્રના ડીંડોરીમાં આયોજિત દેશની સૌથી લાંબા અંતરની એકમાત્ર ટ્રેલ રનિંગ મેરેથોનમાં સુરતના બે યુવાનોએ મેળવી સિદ્ધિ

              આ પ્રસંગે પ્રાદેશિક રોજગાર અધિકારી ડો.અમનદીપસિંહ, શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના વ્યાકરણ ગુરૂજી મનોજભાઈ મહેતા, વેદાચાર્યશ્રી પ્રવીણભાઈ જોશી અને કોમન સર્વિસ સેન્ટરના પ્રમુખ વિશાલભાઈ વાઘાણી જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version