News Continuous Bureau | Mumbai
Horticulture: ગુજરાત સરકાર દ્વારા બાગાયતી ખેતીના વિકાસ માટે નવી પ્રોત્સાહક યોજનાઓ અમલી છે, ત્યારે ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર ગુજરાત સરકાર ( Gujarat Government ) દ્વારા વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે “બાગાયત પાકોના ક્લસ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત,ખાનગી સંસ્થા,ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પૂરી પાડવાનો કાર્યક્રમ” તથા “ગુજરાતમાં ( Gujarat ) બાગાયતી પેદાશો માટે શીત સંગ્રહ (કોલ્ડ સ્ટોરેજ) ક્ષમતા વધારવા અંગેના કાર્યક્રમ” યોજના માટે સુરત જિલ્લાના ખેડૂતોએ ( Surat Farmers ) આઇ-ખેડૂત પોર્ટલ http://ikhedut.gujarat.gov.in પર તા.૧૧/૧૦/૨૦૨૪ સુધીમાં અરજી કરવી. ખેડૂતોએ ૭, ૧૨, ૮-અ, બચત બેંક ખાતા, આધાર કાર્ડ જેવી વિગતો, પુરાવા સાથે રાખી અત્રેની બાગાયત કચેરી (સવારના ૧૧.૦૦ કલાક થી સાંજના ૫.૦૦ કલાક દરમ્યાન), ગામના ઇ-ગ્રામ સેન્ટર અથવા સાયબર કાફેથી અરજી ( Ikhedut Portal ) કરી શકે છે.
ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ મેળવી જરૂરી કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલબંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ ખાતે દિન-૭ માં અચૂક જમા કરાવવા. વધુ વિગતો માટે ફોન નં : ૦૨૬૧-૨૬૫૫૯૪૮ ઉપર સંપર્ક કરી શકાશે તેમ નાયબ બાગાયત નિયામક, સુરતની ( Surat ) યાદીમાં જણાવાયુ છે.
આ સમાચાર પણ વાંચો: Independence Day Celebrations: પોસ્ટ વિભાગમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ GPOમાં કર્યું ધ્વજવંદન
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.