Site icon

Fish Farming Surat: સુરત જિલ્લા પંચાયતની નવતર પહેલ.. મત્સ્ય ઉછેર માટે શહેરના ૪૧ તળાવોને અપાયા ઈજારા પર, થશે અધધ આટલા કરોડની આવક..

Fish Farming Surat: જિલ્લા પંચાયત દ્વારા મત્સ્ય ઉછેર માટે સુરત જિલ્લાના ૪૧ તળાવોને ઈજારા પર અપાયા. મત્સ્યોદ્યોગની આવકથી ગ્રામ પંચાયતના સ્વ-ભંડોળમાં વધારો થશે. ગામમાં સુવિધાઓની સાથે સ્થાનિક રોજગારીની તકોમાં વધારો થશે, ગામના વિકાસને વેગ મળશે. ગ્રામ પંચાયતોને ઈજારાના સમયગાળા દરમિયાન અંદાજે ૪.૫ કરોડની માતબર આવક થશે

New initiative of Surat District Panchayat.. On the monopoly given to 41 lakes of Surat for fish farming

New initiative of Surat District Panchayat.. On the monopoly given to 41 lakes of Surat for fish farming

 News Continuous Bureau | Mumbai

Fish Farming Surat: થોડા સમય પહેલા જિલ્લા પંચાયત સુરત અંતર્ગત મત્સ્ય ઉદ્યોગ કચેરીના ઉપક્રમે સુરત જિલ્લાના ૭૦ ગામોના ૭૫ થી વધુ નવા તળાવોને મત્સ્ય ઉછેર માટે ટેન્ડર પદ્ધતિથી ઇજારા પર આપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સૌથી વધુ ભાવ ભરનાર ૪૧ ઈજારદારોને તળાવોની ફાળવણી કરવમાં આવી હતી.  

Join Our WhatsApp Community

            જિલ્લા ( Fish Farming Surat ) પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલના હસ્તે ૪૧ તળાવોના ઈજારદારોને પાંચ વર્ષ માટેના ઈજારા માટેના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. આ ૪૧ તળાવોને ઈજારા પર આપવાથી ગ્રામ પંચાયતોને ઈજારાના સમયગાળા દરમિયાન ૪.૫ કરોડથી વધુની માતબર આવક થશે. જેમ કે, આ ઈજારાથી ઓલપાડ તાલુકાની ભટગામ ગ્રામ પંચાયતને દર વર્ષે ૧૯ લાખ થી વધુની આવક થશે. તેવી જ રીતે માંડવી તાલુકાની કરંજ ગ્રામ પંચાયતને દર વર્ષે ૬ લાખ થી વધુની આવક થશે. આમ, ગ્રામ-પંચાયતની સ્વ-ભંડોળની આવકમાં વધારો થતા ગામમાં સુવિધાઓની વધવાની સાથે સ્થાનિક રોજગારીની તકોમાં વધારો થશે. જેથી ગામના વિકાસને વેગ મળશે. વર્ષોથી એમ જ ખાલી પડેલા તળાવોની ( Fish Farming ) પણ જાળવણી થશે.  

              આ પ્રસંગે પ્રમુખશ્રીએ જિલ્લાની ( District Panchayat Surat ) અન્ય ગ્રામ પંચાયતોને પણ અનુકરણ કરવા પર ભાર મુકયો હતો. વધુમાં, જિલ્લા વિકાસ અધિકારી  શિવાની ગોયલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે  આગામી સમયમાં જિલ્લાના નવા ૩૨ તળાવોને ઈજારા પર આપવા માટે ટેન્ડરો માંગવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.  આમ, સુરત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયતોની ( Gram Panchayat )  આવક વધારવા માટે નવતર પ્રયાસો હાથ ધરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Chetak Festival: સારંગખેડામાં શરૂ અશ્વ ઉત્સવ.. 14 રાજ્યોમાંથી અશ્વબજારમાં ઉતર્યા 1800 ઘોડા, આ વિવિધ સ્પર્ધાઓનું કરવામાં આવ્યું છે આયોજન..

                 આ અવસરે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ જીતેન્દ્રભાઈ પટેલ, માજી જિ.પં.પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ તથા અન્ય જિલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version