News Continuous Bureau | Mumbai
Agniveer Army Recruitment: ભારતીય લશ્કરમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે અમદાવાદ આર્મી ભરતી કાર્યાલય દ્વારા અગ્નિવીર આર્મી ભરતી રેલી (૨૦૨૫- ૨૦૨૬) ની પસંદગી કસોટી માટે ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે આયોજન કરવામાં આવ્યું છે. આ લશ્કરી ભરતી મેળામાં અગ્નિવીર જનરલ ડયુટી, અગ્નિવીર ટેક્નિકલ, અગ્નિવિર ક્લાર્ક/ સ્ટોરકીપર ટેકનીકલ ધોરણ ૧૨ પાસ માટે, અગ્નિવીર ટ્રેડમેન ધો.૮ પાસ તથા ૧૦ પાસ માટે વિવિધ કક્ષા પર ભરતી યોજાવાની છે.
આ ભરતી રેલીમાં ભાગ લેવા માટે વયજૂથ મર્યાદા તા.૦૧/૧૦/૨૦૦૪ થી તા.૦૧/૦૪/૨૦૦૮ની વચ્ચે જન્મેલા ફક્ત અપરણિત પુરુષ ઉમેદવારો પાસેથી http://www.joinindianarmy.nic.in આ વેબસાઈટ પર આગામી તા.૧૦/૦૪/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેમાં ઓનલાઈન કોમ્પ્યુટર લેખિત પરીક્ષા (ONLINE CEE) પ્રથમ આપવાની રહેશે.
આ સમાચાર પણ વાંચો : Madhavpur Ghed Mela: દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ અને અરૂણાચલ પ્રદેશના રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં ઊજવાતો માધવપુર ઘેડ મેળો પૂર્વોત્તર અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિઓને એક કરે છે
આ જાહેરાત અંગે વધુ વિગત http://www.joinindianarmy.nic.in આ વેબસાઈટ પરથી મેળવી શકાશે. આ ઉપરાંત આર્મી ભરતી કાર્યાલય-અમદાવાદના ફોન નં.૦૭૯-૨૨૮૬૧૩૩૮ ઉપર સંપર્ક સાધી શકાશે તેમ અમદાવાદ આર્મી ભરતી કાર્યાલયના રીક્રુટમેન્ટ ડિરેક્ટરની યાદીમાં જણાવાયુ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
