Site icon News Continuous Bureau | Mumbai

Agniveer Army Recruitment: અગ્નિવીર આર્મી ભરતી રેલી-૨૦૨૫-૨૬ માટે ઓનલાઈન પસંદગી કસોટી યોજાશે

Agniveer Army Recruitment: નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તા.૧૦ એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી મંગાવાઈ

અગ્નિવીર આર્મી ભરતી રેલી-૨૦૨૫-૨૬ માટે ઓનલાઈન પસંદગી કસોટી યોજાશે

અગ્નિવીર આર્મી ભરતી રેલી-૨૦૨૫-૨૬ માટે ઓનલાઈન પસંદગી કસોટી યોજાશે

News Continuous Bureau | Mumbai
Agniveer Army Recruitment: ભારતીય લશ્કરમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે અમદાવાદ આર્મી ભરતી કાર્યાલય દ્વારા અગ્નિવીર આર્મી ભરતી રેલી (૨૦૨૫- ૨૦૨૬) ની પસંદગી કસોટી માટે ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે આયોજન કરવામાં આવ્યું છે. આ લશ્કરી ભરતી મેળામાં અગ્નિવીર જનરલ ડયુટી, અગ્નિવીર ટેક્નિકલ, અગ્નિવિર ક્લાર્ક/ સ્ટોરકીપર ટેકનીકલ ધોરણ ૧૨ પાસ માટે, અગ્નિવીર ટ્રેડમેન ધો.૮ પાસ તથા ૧૦ પાસ માટે વિવિધ કક્ષા પર ભરતી યોજાવાની છે.

આ ભરતી રેલીમાં ભાગ લેવા માટે વયજૂથ મર્યાદા તા.૦૧/૧૦/૨૦૦૪ થી તા.૦૧/૦૪/૨૦૦૮ની વચ્ચે જન્મેલા ફક્ત અપરણિત પુરુષ ઉમેદવારો પાસેથી http://www.joinindianarmy.nic.in આ વેબસાઈટ પર આગામી તા.૧૦/૦૪/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેમાં ઓનલાઈન કોમ્પ્યુટર લેખિત પરીક્ષા (ONLINE CEE) પ્રથમ આપવાની રહેશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Madhavpur Ghed Mela: દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ અને અરૂણાચલ પ્રદેશના રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં ઊજવાતો માધવપુર ઘેડ મેળો પૂર્વોત્તર અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિઓને એક કરે છે

આ જાહેરાત અંગે વધુ વિગત http://www.joinindianarmy.nic.in આ વેબસાઈટ પરથી મેળવી શકાશે. આ ઉપરાંત આર્મી ભરતી કાર્યાલય-અમદાવાદના ફોન નં.૦૭૯-૨૨૮૬૧૩૩૮ ઉપર સંપર્ક સાધી શકાશે તેમ અમદાવાદ આર્મી ભરતી કાર્યાલયના રીક્રુટમેન્ટ ડિરેક્ટરની યાદીમાં જણાવાયુ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version