Operation Sindoor :ઓપરેશન સિંદૂર પછી આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર, સિવિલ હોસ્પિટલ દ્વારા રક્તદાન માટે સામાજિક સંસ્થાઓને અપીલ,તાત્કાલિક વ્યવસ્થાઓ શરૂ

Operation Sindoor :રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મોટા આદેશ અનુસાર તમામ સરકારી હોસ્પિટલોમાં વિજળી માટે અન્ય સ્ત્રોતની વ્યવસ્થા, બ્લડ ડોનેશન માટે કેમ્પ યોજવા અને જરૂરી દવાઓનો સ્ટોક ઉપલબ્ધ રાખવા માટેનો નિર્દેશ આપ્યો છે.

News Continuous Bureau | Mumbai 

 Operation Sindoor : ‘ઓપરેશન સિંદૂર’ પછી ગુજરાત આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી પગલાં લેવાનું શરૂ કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મોટા આદેશ અનુસાર તમામ સરકારી હોસ્પિટલોમાં વિજળી માટે અન્ય સ્ત્રોતની વ્યવસ્થા, બ્લડ ડોનેશન માટે કેમ્પ યોજવા અને જરૂરી દવાઓનો સ્ટોક ઉપલબ્ધ રાખવા માટેનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત ખાનગી હોસ્પિટલોના તબીબો સાથે સંપર્ક સાધવા અને તમામ તાત્કાલિક જરૂરિયાતો માટે સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.

Join Our WhatsApp Community

Operation Sindoor: Health department on alert mode after Operation Sindoor, Civil Hospital appeals to social organizations for blood donation

સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમારે જણાવ્યું હતું કે,જનરેટરની સુવિધા સહિત દવાઓ,સાધન સામગ્રીનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે તથા મેડિકલની તમામ ટીમો કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સુસજ્જ છે.

આ સમાચાર પણ વાંચો : Western Railway : મુસાફરોને હેરાનગતિ.. વડોદરા મંડળના વાસદ-રણોલી સ્ટેશનો વચ્ચે લેવાશે બ્લોક, આ ટ્રેનોને થશે અસર… જુઓ યાદી 

સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ આદેશનો તાત્કાલિક અમલ થતાં તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમાર, આર.એમ.ઓ. ડો. કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, બ્લડ બેંકના વડા ડો. જીતેન્દ્ર પટેલ અને ડો. ચિરાગ પટેલ દ્વારા વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.

હાલ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં ૩ હજાર યુનિટની ક્ષમતા છે, જેમાં માત્ર ૫૦૦ યુનિટનું સ્ટોરેજ છે. આ મામલે આગોતરા આયોજન હેઠળ રક્તદાતા સંસ્થાઓ, સ્વયંસેવકો, યુવાનો અને એનજીઓને રક્તદાન માટે અપીલ કરવામાં આવી છે જેના પ્રતિસાદ રૂપે સ્વયંસેવકોએ તત્કાલ રક્તદાન કર્યું છે.

સ્વેચ્છિક રક્તદાન કરવા માટે બ્લડ બેંકના કાઉન્સેલર કાજલબેન (મો.૯૯૧૩૩-૨૬૫૦૨), આર.એમ.ઓ ડો.કેતન નાયક (મો.૯૮૨૫૩-૨૭૦૦૪),નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા (મો.૯૮૨૫૫-૦૪૭૬૬)નો સંપર્ક કરવો.

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Surat Sakhi One Stop Center: સુરત સખી વન સ્ટોપ સેન્ટરની વધુ એક સફળતા: પરિવારથી નારાજ થઈને સુરત આવી પહોંચેલી ઉત્તરપ્રદેશની કિશોરીનું પરિવાર સાથે પુન:મિલન
Surat organ donation: નવી સિવિલ-લ હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી ત્રણને નવજીવન
Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
Surat Bullet Train: ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા
Exit mobile version