Site icon

Surat: જિલ્લા અને શહેરીકક્ષાએ ‘બાળ પ્રતિભા શોધ’ સ્પર્ધાઓનું આયોજન.

Surat: તા.૨૬મી ડિસેમ્બર સુધીમાં અરજી કરવા અનુરોધ. વિવિધ વયજૂથના કુલ ૩ વિભાગોમાં ૨૦ કૃતિઓ માટે સ્પર્ધાનું આયોજન

Organization of Bal pratibha shodh competitions at district and city level.

Organization of Bal pratibha shodh competitions at district and city level.

News Continuous Bureau | Mumbai

Surat : રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ( Cultural activities ) વિભાગ-ગાંધીનગર હેઠળના જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-સુરત દ્વારા સંચાલિત ‘બાળ પ્રતિભા શોધ’ ( Bal pratibha shodh ) સ્પર્ધા ડિસેમ્બર માસના અંતમાં યોજાશે. જેમાં વિવિધ વયજૂથના કુલ ૩ વિભાગોમાં ૨૦ કૃતિઓ માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Community

જે અંતર્ગત વિભાગ “અ” માં ૦૭ થી ૧૦ વર્ષના, વિભાગ “બ” મા ૧૦થી ૧૩ વર્ષ તેમજ ખુલ્લા વિભાગમાં ૦૭થી ૧૩ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે. જેમાં વિભાગ “અ” તથા “બ” મા વકતૃત્વ સ્પર્ધા, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, એકપાત્રીય અભિનય, નિબંધ, લગ્નગીત, લોકવાદ્ય સંગીત અને ખુલ્લા વિભાગમાં લોકવાર્તા, લોકગીત, ભજન, દોહા-છંદ-ચોપાઇ, સમૂહગીત તેમજ લોકનૃત્ય સહિત ત્રણેય વિભાગો મળી કુલ ૨૦ કૃતિનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં ( competition ) ભાગ લેવા માટે નિયત નમૂનાનું ફોર્મ ભરીને તા.૨૬/૧૨/૨૦૨૩ એ બપોરે ૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની ( District Youth and Cultural Activities ) કચેરી, સુરત, પ્રથમ માળ, જુની સિવિલ કોર્ટ બિલ્ડીંગ બહુમાળી, નાનપુરા,સુરત ખાતે જમા કરવાનું રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી-સુરત દ્વારા જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો : Earthquake : જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા, એક કલાકમાં આટલી બધી વખત ધરતી ધ્રુજી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version