Pahalgam Attack : પહલગામમાં થયેલ આંતકી હુમલાના મૃતક પરિવારોના બાળકોના શિક્ષણની જવાબદારી સુરતનું પી.પી. સવાણી ગ્રુપ ઉઠાવશે

Pahalgam Attack : પી.પી. સવાણી પરિવારે ફરી એકવખત પોતાના સંવેદનશીલ સ્વભાવની પ્રતીતિ કરાવીને મૃતકના પરિવારના બાળકોના શિક્ષણની જવાબદારી ઉઠાવવાની જાહેરાત કરી છે. સરકાર સાથે સંકલન કરી આ પરિવારનો સંપર્ક કરવામાં આવશે.

News Continuous Bureau | Mumbai

Pahalgam Attack :  જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા અને 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ સમયે પી. પી. સવાણી પરિવાર આ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે અને આ ભારે દુઃખની ઘડીમાં તેમની સાથે ઉભી છે.

Join Our WhatsApp Community

Pahalgam AttackSurat's P.P. Savani Group will take responsibility for the education of the children of the families of the deceased in the terrorist attack in Pahalgam

પી. પી. સવાણી પરિવારના મહેશભાઇ સવાણીએ આજે જાહેર કર્યું છે કે ઘરના મોભી ગુમાવી ચૂકેલા પરિવારની સાથે પી.પી. સવાણી પરિવાર ખભે ખભા મિલાવીને ઊભો છે. પહલગામના આતંકવાદી હુમલામાં ભોગ બનેલા પરિવારના બાળકોના શિક્ષણની તમામ જવાબદારી અમે ઉઠાવીશું. આ પરિવારનું બાળક જ્યાં શિક્ષણ મેળવતું હશે અને જે બાળકને પી.પી. સવાણી શાળામાં કે એની યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવવું હશે તો અમે એની તમામ રહેવા, જમવાની તથા શિક્ષણ સહીતની વ્યવસ્થા પણ આ પી.પી.સવાણી ગ્રુપ ઉપાડશે.

આ સમાચાર પણ વાંચો: Karan Veer Mehra: પહલગામ આતંકી હુમલા પર પ્રતિક્રિયા આપવી કરણ વીર મહેરા ને પડી ભારે, આ કારણે ટ્રોલ થઈ રહ્યો છે અભિનેતા

ભૂતકાળમાં જમ્મુ અને કાશ્મીરના ઉરી હુમલા વખતે પણ શહીદ પરિવારના બાળકના શિક્ષણની જવાબદારી ઉઠાવી હતી. એમ જ બીજા હજારો બાળકો પણ પરિવારના મોભીના જતા રહેવાથી શિક્ષણથી વંચિત ન રહે તેની જવાબદારી સવાણી પરિવાર ઉઠાવતું રહ્યું છે. આજે દેશ આખું દુખી છે, વ્યથિત છે અને આક્રોશીત ત્યારે આ પી.પી. સવાણી પરિવારે ફરી એકવખત પોતાના સંવેદનશીલ સ્વભાવની પ્રતીતિ કરાવીને મૃતકના પરિવારના બાળકોના શિક્ષણની જવાબદારી ઉઠાવવાની જાહેરાત કરી છે. સરકાર સાથે સંકલન કરી આ પરિવારનો સંપર્ક કરવામાં આવશે.

સુરત સ્થિત રહેતા શૈલેષભાઈ કળથીયાનું પણ આ આંતકી ક્રૂર હુમલામાં મોત થયું છે ત્યારે તેમના બંને દીકરા-દીકરીનું સપનું ડોકટર-એન્જીનીયર બનવાનું હોય ત્યારે આ સપનું પૂરું કરવા માટે પણ તેમના બાળકોને પી.પી.સવાણી શાળામાં અભ્યાસ કરવો હોય તો તેમનું સપનું સાકાર કરવા માટે પણ પી.પી.સવાણી ગ્રુપ સહયોગી બનશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version