Site icon

PM Internship Scheme : સુરતમાં પી.એમ.ઈન્ટર્નશીપ યોજના અન્વયે તા.૧૨ માર્ચ સુધીમાં અરજી કરવાની સુવર્ણતક, ૧૨ મહિના સુધી તાલીમની સાથે મળશે રૂા.૫૦૦૦ સ્ટાઈપેન્ડ

PM Internship Scheme :ટોચની ૫૦૦ અગ્રણી કંપનીઓમાં ૧૨ મહિના માટે ઈન્ટરશિપ યોજનામાં જોડાઈને વિનામુલ્યે તાલીમ મેળવી શકે છે. જે અન્વયે ૨૧ થી ૨૪ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઈચ્છુક ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી./ એચ.એચ.સી./ આઈ.ટી.આઈ./ ડિપ્લોમા/ ગ્રેજ્યુએટની ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ.

PM Internship Scheme Golden opportunity to apply under PM Internship Scheme in Surat by March 12

PM Internship Scheme Golden opportunity to apply under PM Internship Scheme in Surat by March 12

News Continuous Bureau | Mumbai

PM Internship Scheme : ભારત સરકાર દ્વારા યુવાનોને ટોચની કંપનીઓમાં કામ કરવાનો અનુભવ મળે તેવા ઉમદા હેતુથી પી.એમ.ઈન્ટર્નશીપ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ધો.૧૦, ધો.૧૨, આઈ.ટી., આઈ.ટી.ડિપ્લોમાં તથા ગેજયુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને ભારતની ટોચની ૫૦૦ અગ્રણી કંપનીઓમાં ૧૨ મહિના માટે ઈન્ટરશિપ યોજનામાં જોડાઈને વિનામુલ્યે તાલીમ મેળવી શકે છે.

Join Our WhatsApp Community

જે અન્વયે ૨૧ થી ૨૪ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઈચ્છુક ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી./ એચ.એચ.સી./ આઈ.ટી.આઈ./ ડિપ્લોમા/ ગ્રેજ્યુએટની ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ. ફુલટાઈમ નોકરી કે અભ્યાસ કરતા ન હોવા જોઈએ. પરિવારમાંથી કોઈ સરકારી નોકરીમાં જોડાયેલા ન હોવા જોઈએ અને કુટુંબમાં કોઈ સભ્યની નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ ની વાર્ષિક આવક રૂ.૮ લાખથી વધુ ના હોવી જોઈએ. ઉમેદવારોને મહિને રૂા.૫૦૦૦ સ્ટાઈપેન્ડ મળશે. એક ઉમેદવાર ત્રણ તક માટે અરજી કરી શકે છે. સરકારની કોઈ પણ યોજન કે અન્ય ઈન્ટર્નશીપ કરેલ ન હોવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો  Saras Mela 2025 :સુરતના અડાજણ ખાતે સરસ મેળાનું આયોજન, ૧૫ માર્ચ સુધી ખૂલ્લો રહેશે મેળો

પી.એમ.ઈન્ટનર્શીપ યોજના અંતર્ગત જોડાવા માટે ઈચ્છુક ઉમેદવારોએ આગામી તા. ૧૨-૦૩-૨૦૨૫ સુધીમાં www.pminternship.mca.gov.in વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી સી-બ્લોક, પાંચમો માળ, બહુમાળી ભવન, નાનપુરા, સુરત અથવા લેન્ડ લાઈન નંબર ૦૨૬૧- ૨૪૬૦૪૧૬ પર સંપર્ક સાધી શકાશે. તેમ મદદનીશ નિયામક(રોજગાર)ની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Surat Ganesh Utsav: મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના
Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી
Exit mobile version