Site icon

PMKVY Scheme : સુરતના સ્વપ્નિલ પાટિલે પોતાના કૌશલ્ય, જ્ઞાન અને પ્રતિભાથી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું

PMKVY Scheme : પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) લાવી રહી છે ગુજરાતના યુવાનોના જીવનમાં પરિવર્તન

PMKVY Scheme Swapnil Patil from Surat set an excellent example of self-reliance with his skills, knowledge and talent.

PMKVY Scheme Swapnil Patil from Surat set an excellent example of self-reliance with his skills, knowledge and talent.

News Continuous Bureau | Mumbai

PMKVY Scheme : 

Join Our WhatsApp Community

સ્વપ્નિલ આત્મનિર્ભર તો બન્યો જ, સાથે પરિવારને પણ આર્થિક પીઠબળ આપી રહ્યો છે
 
માહિતી બ્યુરો-સુરત:શુક્રવાર: જીવનમાં આવનારા પડકારોનો સામનો કરવાની હિંમત હોય ત્યારે જ આપણે આગળ વધી શકીએ છીએ. સુરતના રહેવાસી ૨૩ વર્ષીય યુવા સ્વપ્નિલ પાટિલના કૌશલ્ય, જ્ઞાન અને પ્રતિભાથી પડકારોનો સામનો કરી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.
સ્વપ્નિલે સુરત જિલ્લાના તરસાડીની માલિબા ફાર્મસી કોલેજથી બી.ફાર્મ. કર્યું છે. સ્વપ્નિલના પરિવારમાં ચાર સભ્યો છે. તેના પિતાજી શાકભાજી વેચે છે, અને માતા ગૃહિણી છે. બી.ફાર્મના અભ્યાસ દરમિયાન જ સ્વપ્નિલને એક દિવસ ભારત સરકારની પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) વિશે જાણકારી મળી. આ યોજના ફક્ત તાલીમ જ નથી આપતી, પરંતુ સફળ ઉમેદવારોને એક સારી નોકરી મેળવવા માટે સક્ષમ પણ બનાવે છે એવું જાણ્યા પછી સ્વપ્નિલના જીવનની એક નવી શરૂઆત થઈ.

જ્યારે સપનાંઓ મોટાં હોય ત્યારે દરેક માર્ગ સરળ બની જતો હોય છે. સ્વપ્નિલે PMKVY હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું અને પછી મક્કમ મનોબળ અને ટ્રેનર્સના માર્ગદર્શનથી ધીમે ધીમે લક્ષ્ય તરફ આગળ વધવા લાગ્યો. તેણે કોલેજની સાથે જ આ કોર્સ પૂરો કર્યો. તાલીમ દરમિયાન તેને મેડિકલ ઇક્વિપમેન્ટ એટલે કે તબીબી ઉપકરણો અને દસ્તાવેજીકરણ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી. તાલીમથી સ્વપ્નિલને કૌશલ્યની બારીકાઈઓ શીખવામાં તો મદદ મળી જ પણ સાથે-સાથે તેના વ્યક્તિત્વનો પણ વિકાસ થયો.

આ સમાચાર પણ વાંચો : Gujarat APMC : ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫’ની ઉજવણી, રાજ્યની તમામ APMCને ટેકનોલોજી થકી વધુ સશક્ત-કાર્યક્ષમ બનાવવા માટે ઝોનવાઇઝ સમીક્ષા-પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન

સ્વપ્નિલ જણાવે છે કે, “જ્યારે હું કોલેજમાં બી.ફાર્મનો કોર્સ કરી રહ્યો હતો એ દરમિયાન કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) વિશે મારા માટે વરદાન સાબિત થઈ, કારણકે તેનાથી મારા ટેક્નિકલ કૌશલ્યમાં વધારો થયો, મને નવી બાબતો, પાસાઓ વિશે શીખવા મળ્યું. આ યોજનાની સૌમોટી ખાસિયત એ છે કે તે નિઃશુલ્ક છે, જેમાં તાલીમ ઉપરાંત એક પ્રમાણિત સર્ટિફિકેટ પણ મળે છે, જે ભાવિ કારકિર્દી માટે ખૂબ જરૂરી છે. હવે મારા ભવિષ્ય વિશેનો નિર્ણય લેવામાં સરળતા થઈ ગઈ છે. જે યુવાનોને કોઈક કારણોસર નોકરી નથી મળતી, તેવા યુવાનોને હું કહેવા માંગું છું કે તેઓ PMKVY હેઠળ તાલીમ મેળવીને સપનાને સાકાર કરી શકે છે. તેનાથી નોકરીની સાથે સમાજમાં સન્માન પણ મળશે.

જીવનમાં કંઈક કરી બતાવવાના સપના સાથે સ્વપ્નિલે પોતાના માતા-પિતા સાથે સમાજનું નામ પણ રોશન કર્યું છે. આ જ કારણ છે કે, આજે સ્વપ્નિલ પોતાની મહેનત અને સમર્પણના બળે સહજાનંદ મૅડિકલ ટેક્નોલૉજીઝમાં કાર્યરત છે અને પ્રતિ માસ ₹૨૧ હજાર કમાય છે. આનાથી સ્વપ્નિલ આત્મનિર્ભર તો બન્યો જ છે, સાથે પરિવારને પણ આર્થિક રીતે સમૃદ્ધ કરી રહ્યો છે. સ્વપ્નિલ ઉપરાંત, તેના આખા પરિવારના ચહેરા પર સ્મિત ચમકી રહ્યું છે. સ્વપ્નિલ ભારત સરકારનો આભાર માને છે, જેમણે તેને સફળતાની સીડી ચડવામાં મદદ કરી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Surat Ganesh Utsav: મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના
Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી
Exit mobile version