Site icon

Surat Praful Pansheriya: સુરતમાં રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કામરેજ તાલુકાના આ ગામે રૂ.૧૦.૪૫ કરોડના શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસકામોનું કર્યું ખાતમુહૂર્ત. જુઓ ફોટોસ

Surat Praful Pansheriya: ગુજરાત શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કામરેજ તાલુકાના અંત્રોલી, આંબોલી, ડુંગરા, સત્યમનગર, ટીંબા, પાલી અને હલધરૂ ગામે રૂ.૧૦.૪૫ કરોડના શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસકામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું. કામરેજ તાલુકાના અંત્રોલી, આંબોલી, સત્યમનગર, ટીંબા, પાલી ગામે ૯.૧૦ કરોડના ખર્ચે શાળાઓમાં ૩૨ નવા વર્ગ ખંડોનું ખાતમુહુર્ત. રૂ.૮૬.૪૩ લાખના ખર્ચે નવનિર્મિત હલધરૂ ગામ પ્રાથમિક શાળાનું લોકાર્પણ. ટીંબા ગામે રૂ.૩૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ખાતમુહુર્ત

Praful Pansheriya inaugurated the educational infrastructure development works of 10.45 crore in villages of Kamraj surat.

Praful Pansheriya inaugurated the educational infrastructure development works of 10.45 crore in villages of Kamraj surat.

News Continuous Bureau | Mumbai

Surat Praful Pansheriya:  ગુજરાત શિક્ષણ રાજ્યમંત્રી  પ્રફુલ  પાનશેરિયાએ કામરેજ તાલુકાના વિવિધ ગામોમાં રૂ.૧૦.૪૫ કરોડના શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસકામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું હતું. જેમાં મંત્રીશ્રીએ કામરેજ તાલુકાના અંત્રોલી, આંબોલી, સત્યમનગર, ટીંબા, પાલી ગામે ૯.૧૦ કરોડના ખર્ચે શાળાઓમાં ૩૨ નવા વર્ગ ખંડોનું ખાતમુહુર્ત અને રૂ.૮૬.૪૩ લાખના ખર્ચે નવનિર્મિત હલધરૂ ગામ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટીંબા ગામે રૂ.૩૫ લાખના ખર્ચે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ખાતમુહુર્ત પણ કર્યું હતું, જેમાં OPD રૂમ, મમતા ક્લિનિક, વેઈટીંગ એરિયા, સ્ટાફ ક્વાર્ટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે. 

Join Our WhatsApp Community

              નોંધનીય છે કે, Surat  ) અંત્રોલી ગામે રૂ ૨૫૦.૧૫ લાખના ખર્ચે ૧૧ નવા વર્ગ ખંડ, આંબોલી ગામે રૂ.૧૫૦.૯૪ લાખના ખર્ચે ૬ નવા વર્ગ ખંડ અને ૨ હયાત વર્ગખંડનું રિપેરીંગ, સત્યમનગર ખાતે રૂ.૯૭.૯૪ લાખના ખર્ચે ૪ નવા વર્ગ ખંડ અને ૬ હયાત વર્ગખંડનું રિપેરીંગ, ટીંબા ગામે રૂ.૨૯૫.૧૬ લાખના ખર્ચે ૬ નવા વર્ગ ખંડ અને ૨ હયાત વર્ગખંડનું રિપેરીંગ, પાલી ગામે રૂ.૧૧૫.૭૮ લાખના ખર્ચે ૫ નવા વર્ગ ખંડ અને ૨ હયાત વર્ગખંડનું રિપેરીંગ તેમજ ડુંગરા ગામે રૂ.૪૮.૦૯ લાખના ખર્ચે ૧૦ વર્ગ ખંડોનું રિપેરીંગ કાર્યનું ખાતમુહુર્ત તેમજ રૂ.૮૬.૪૩ લાખના ખર્ચે નવનિર્મિત હલધરૂ ગામની પ્રાથમિક શાળાનું લોકાર્પણ સંપન્ન થયું હતું. મંત્રીશ્રીએ ( Praful Pansheriya ) વિદ્યાર્થીઓને યુનિફોર્મ, શૈક્ષણિક કીટનું ( Educational infrastructure ) વિતરણ પણ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો: Surat Cleanliness Campaign: સુરત મહાનગરપાલિકાએ ’સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અંતર્ગત સફાઇ ઝુંબેશની સાથે હાથ ધરી આ આરોગ્યલક્ષી કામગીરી.

                  આ ( Kamrej ) પ્રસંગે તા.પંચાયત પ્રમુખ રેખાબેન, શિક્ષણ સમિતિના ચેરમેન ભારતીબેન, ન્યાય સમિતિના અધ્યક્ષ પુષ્પાબેન, શાસક પક્ષ નેતા રમેશભાઈ શિંગાળા, જિ.પ્રા.શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ, તા.પ્રા.શિક્ષણ અધિકારી જ્યોતિબેન, સંગઠન પ્રમુખ બળવંતભાઈ, સંગઠન હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ, કાર્યકર્તાઓ તમામ ગામોના સરપંચો, શાળાના આચાર્ય, શિક્ષકો-વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version