Site icon

GSRTC Surat ST Bus: સુરત ST વિભાગની દિવાળી એક્સ્ટ્રા બસોને રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આપી લીલી ઝંડી, ૨૦૦૦થી વધુ બસો દોડાવવાનું આયોજન.

GSRTC Surat ST Bus: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ લીલી ઝંડી આપી એક્સ્ટ્રા બસોને પ્રસ્થાન કરાવ્યું. તા.૩૦ ઓક્ટોબર સુધી સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ વધારાની ૨૨૦૦ બસો દોડાવવાનું આયોજન

Prafulbhai Pansheriya gave green signal to Diwali extra buses of Surat ST division, planning to run 2200 buses.

Prafulbhai Pansheriya gave green signal to Diwali extra buses of Surat ST division, planning to run 2200 buses.

News Continuous Bureau | Mumbai 

 GSRTC Surat ST Bus: દિવાળીના પર્વને લઈને સુરતમાં વસતા સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, પંચમહાલના વતની સૌ પરિવારોને તેમના ગંતવ્ય સ્થળ સુધી સુગમ, સલામત અને સમયબદ્ધ રીતે પહોંચવા માટે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને તેમના માદરે વતન સુધી સલામત પહોંચાડવા માટે વધારાની ૨૨૦૦ બસો શરૂ કરવામાં આવી છે. આ વિશેષ સેવા દ્વારા મુસાફરો પોતાના વતનમાં તહેવારોની ઉજવણી હમવતનીઓ તેમજ પરિવારજનો સાથે કરી શકે એવો પ્રયત્ન રાજ્ય સરકાર અને એસ.ટી. વિભાગ ( Surat ST Bus ) દ્વારા કરવામાં આવ્યો છે, ત્યારે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યાસંકુલ(ધારૂકા કોલેજ), વરાછા રોડ ખાતેથી લીલી ઝંડી આપી એક્સ્ટ્રા બસોને પ્રસ્થાન કરાવ્યું હતું. 

Join Our WhatsApp Community

          મંત્રી અને મેયર દક્ષેશભાઈ માવાણી, સુરત એસ. ટી. વિભાગીય નિયામકશ્રી પી.વી. ગુર્જર અને મહાનુભાવોએ ડ્રાઈવરોને મીઠાઈ દ્વારા મોં મીઠું કરાવ્યુ હતું તેમજ મુસાફરો સાથે આત્મીય સંવાદ કરીને સૌને સુખમય અને સુરક્ષિત મુસાફરીની તેમજ દિપાવલી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તા.૨૬થી ૩૦ ઓક્ટોબર દરમિયાન સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ વધારાની ૨૨૦૦ બસો ( GSRTC ) દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

          આ પ્રસંગે મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ( Prafulbhai Pansheriya ) જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-સુરત વિભાગ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીનું પર્વની ઉજવણી માદરે વતન પોતાના પરિવાર સાથે હર્ષોલ્લાસ સાથે કરી શકે એવા શુભ આશયથી સુરતમાં વસતા સૌરાષ્ટ્ર, પંચમહાલ, ઉત્તર ગુજરાતના મુસાફરો માટે એક્સ્ટ્રા એસ.ટી.બસો શરૂ કરાઈ છે.

             સુરતથી ( Surat  ) સૌરાષ્ટ્ર(અમરેલી, સાવરકુંડલા, મહુવા, ભાવનગર, ગારીયાધાર, રાજકોટ, જુનાગઢ, ઉના)ની બસો “સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યાસંકુલ(ધારૂકા કોલેજ), વરાછા રોડથી ઉપડશે. પંચમહાલ (દાહોદ, ઝાલોદ,ગોધરા)ની બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનના સામેના કમ્પાઉન્ડથી તેમજ અડાજણ બસ પોર્ટથી ઉપડશે. વધુમાં વધુ મુસાફરોએ એસ.ટી. નિગમની બસ  સુવિધાનો લાભ લેવા મંત્રીએ જણાવ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો :    Iran-Israel War : ઈઝરાયેલના હવાઈ હુમલા વચ્ચે ઈરાનમાં મોટો હુમલો, આટલા પોલીસ સભ્યો માર્યા ગયા.

 GSRTC Surat ST Bus:  સુરતથી ઉપડતી દિવાળી એક્સ્ટ્રા બસોનું ભાડું:

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version