Site icon

Surat : સુરત શહેર-જિલ્લામાં ઉંદર પકડવાની જાળ(ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ

Surat : ઉંદરો પર થતી ક્રુરતા નિવારવા જિલ્લા કલેક્ટરે ગ્લુટ્રેપ પર પ્રતિબંધ ફરમાવ્યો: નિયમ ભંગ કરનાર દુકાનો, એકમો પર થશે દંડનીય કાર્યવાહી.

Prohibition on manufacture, sale and use of rat traps (glue trap) in Surat city-district

Prohibition on manufacture, sale and use of rat traps (glue trap) in Surat city-district

 News Continuous Bureau | Mumbai

Surat : ઉંદર પકડવાની જાળ ( Glue Trap )ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધની સંયુક્ત પશુપાલન નિયામક, ગાંધીનગરની વર્ષ ૨૦૨૩ની સૂચના તેમજ પ્રાણી ક્રૂરતા અધિનિયમ-૧૯૬૦ મુજબ કોઈ પણ પ્રાણીને બિનજરૂરી પીડા, વેદના ન આપવા અંગે જોગવાઈ કરાઈ છે. (ગ્લુટ્રેપ) કે જેને ગ્લુ બોર્ડ ( Glue board )  અથવા સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે તે બિનઘાતક અથવા પ્રતિબંધિત પ્રકાર છે, જેનો ઉપયોગ મોટેભાગે ઊંદરો પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર ગ્લુટેપવાળી સપાટી પર પસાર થાય છે ત્યારે ગુંદરની જાળમાં સપડાયા પછી ઉંદર પોતાને મુક્ત કરવામાં અસમર્થ હોય છે, જેને પરિણામે ડિહાઈડ્રેશન, ભૂખ, ગૂંગળામણના કારણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે. 

Join Our WhatsApp Community

          ઉંદરોનું ( Rats ) નિયંત્રણ ઇચ્છનીય છે, પરંતુ તે માટે ઉપયોગમાં લેવાની પદ્ધતિઓ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની જોગવાઇઓ ભંગ ન કરતી હોવી જોઈએ. જેથી ઉંદરોના વસ્તી નિયંત્રણ માટે ઉંદર પકડવાની વિવિધ સાધન-સામગ્રીનું વેચાણ કરતી સુરત શહેર-જિલ્લાની દુકાનો, વિવિધ એકમોને ગ્લુટ્રેપના વેચાણ પર પ્રતિબંધ ( Prohibition ) રહેશે. આ સૂચનાનો ભંગ કરનાર સામે પ્રાણી ક્રુરતા અધિનિયમ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરાશે એમ જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીનાચેરમેન અને જિલ્લા કલેક્ટરશ્રીની યાદીમાં જણાવાયું છે

આ સમાચાર પણ વાંચો  : Mansukh Mandaviya: ડૉ. મનસુખ માંડવિયાએ રોજગારની માહિતી પર આંતર-મંત્રાલય રાઉન્ડટેબલની અધ્યક્ષતા કરી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version