Site icon

Tobacco Free Youth Campaign 2.0: સુરતના બારડોલીમાં ‘ટોબેકો યુથ કેમ્પેઈન 2.0’ હેઠળ જનજાગૃતિ ઝુંબેશ, આ દુકાનદારો સામે કરી દંડનીય કાર્યવાહી.

Tobacco Free Youth Campaign 2.0: બારડોલી તાલુકામાં “ટોબેકો યુથ કેમ્પેઈન 2.0” હેઠળ જનજાગૃતિ ઝુંબેશ. તમાકુ વેચાણના નિયમોનું ઉલ્લંઘન કરતા દુકાનદારોને સાવચેત કરી દંડનીય કાર્યવાહી

Public awareness campaign under Tobacco Free Youth Campaign 2.0 in Bardoli, Surat, punitive action against these shopkeepers.

Public awareness campaign under Tobacco Free Youth Campaign 2.0 in Bardoli, Surat, punitive action against these shopkeepers.

  News Continuous Bureau | Mumbai

Tobacco Free Youth Campaign 2.0: બારડોલી તાલુકામાં ટોબેકો યુથ કેમ્પેઈન 2.0 અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરીની ટીમ દ્વારા તમાકુ વિરોધી ઝુંબેશ અંતર્ગત તમાકુ વેચાણના નિયમોનું ઉલ્લંઘન કરતા દુકાનદારોને સાવચેત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી “સિગારેટ એન્ડ અદ્યતન ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ-2003” (COTPA)ના કડક અમલ પર ભાર મૂકવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

                  ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના નોડલ ઓફિસર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ અને એપિડેમિક મેડિકલ ઓફિસર ડો. કૌશિક મહેતાના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશના ભાગરૂપે મઢી અને સુરાલી ગામોમાં જનજાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં તા. આરોગ્ય અધિકારીઓ અને હેલ્થ સુપરવાઇઝરોની હાજરીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીઆરકે) વાંસકુઇ અને ઉવાના આશા બહેનો, ફિમેલ હેલ્થ વર્કર (FHW), મેલ હેલ્થ વર્કર (MPHW) અને સમુદાય આરોગ્ય અધિકારીઓ (CHOs) એ ભાગ લીધો હતો. ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તમાકુ ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ તેમજ શાળા પરિસરથી ૧૦૦ મીટર રેડિયસની અંદર તમાકુ ઉત્પાદનનું ( tobacco production ) વેચાણ કરવું ગેરકાયદેસર છે એવી દુકાનદારોને રેલીમાં સ્પષ્ટ સૂચનાઓ અપાઈ હતી.

આ સમાચાર પણ વાંચો  :  National Water Awards 2024: જળ શક્તિ મંત્રાલયે છઠ્ઠા રાષ્ટ્રીય જળ એવોર્ડ, 2024નો કર્યો શુભારંભ, આ તારીખ સુધી કરી શકશો અરજીઓ સબમિટ.

                  રાષ્ટ્રીય તમાકુ ( Tobacco Free Youth Campaign 2.0 ) નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પ્રા.આ. કેન્દ્ર (પીઆરકે) સરભોણની ટીમે સ્થાનિક પોલીસ મથકના સહયોગથી તમાકુ વેચાણના ( Tobacco sales ) નિયમોનું ભંગ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી કરી રૂ. ૮૦૦નો દંડ વસૂલ્યો હતો. આ અભિયાન દરમિયાન ટીમે દુકાનદારોને યોગ્ય માર્ગદર્શન તેમજ નિયમો અનુસાર દુકાનો પર સુચના બોર્ડ લગાવવાની સમજ આપી હતી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version