Site icon

Surat: ઉઘના પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં કબ્જે કરાયેલા ટુવ્હીલર વાહનો નોટીસ પ્રસિદ્ધિથી ૭ દિવસમાં પરત મેળવવા વાહન માલિકો/વીમા કંપની/ફાઇનાન્સ કંપનીઓને જાહેર અનુરોધ

Surat: વાંધા કે રજૂઆત હોય તો ૦૭ દિવસમાં ઉધના પોલીસ સ્ટેશનમાં રૂબરૂ અથવા લેખિત રજુઆત કરી શકાશે

Public request to vehicle ownersInsurance CompaniesFinance Companies to Return impounded two wheeler vehicles within 7 days. Notice from surat Udhna Police.

Public request to vehicle ownersInsurance CompaniesFinance Companies to Return impounded two wheeler vehicles within 7 days. Notice from surat Udhna Police.

News Continuous Bureau | Mumbai

Surat:  ઉધના પોલીસ દ્વારા જાણવા જોગના કામે તથા એમ.વી.એક્ટ ૨૦૭ મુજબના કામે ૨૦૮ જેટલા વિવિધ પ્રકારના ટુવ્હીલર વાહનો ( Two wheeler vehicles ) કબ્જે કરવામાં આવ્યા છે. જે વાહન માલિકોને અવાર-નવાર લેખિત તથા મૌખિક જાણ કરવા છતા તેઓ પોતાના વાહન છોડાવવા આજદિન સુધી ઉધના પોલીસ સ્ટેશન આવ્યા નથી, તેમજ કેટલાક કિસ્સામાં વાહન માલિકો ( Vehicle owners ) નિયત સરનામે રહેતા ન હોવાથી તેઓને જાણ થઈ શકતી નથી. જેથી વાહન માલિકો/વીમા કંપની/ફાઇનાન્સ કંપનીઓને આ જાહેર નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૦૭માં વાહન છોડાવવાની જરૂરી કાર્યવાહી કરવા અનુરોધ છે. અન્યથા સંબંધિત માલિકો વાહન પરત લેવા માંગતા નથી તેવું માની લઇ કાયદાકીય નિયમોનુસાર વાહનોની જાહેર હરાજી કરી હરાજીમાં ઉપજેલ નાણાં સરકારમાં જમા કરાવવામાં આવશે. તેમજ આ અંગે કોઇ વાંધા હોય તો  દિન-૦૭માં ઉધના પોલીસ ( Udhna Police ) સ્ટેશન ખાતે રૂબરૂ અથવા લેખિત રજુઆત કરવી અને ત્યારબાદ આવેલી કોઇ રજુઆતને ધ્યાનમાં લેવાશે નહીં. તેમજ આ સબંધે વાહનોના નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ એસ.એન.દેસાઇ, પોલીસ ઇન્સપેક્ટર, ઉધના પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર  પણ વાંચો :   CAA rules : CAA હેઠળ પહેલીવાર શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, કેન્દ્રીય ગૃહ સચિવે આટલા લોકોને આપ્યા પ્રમાણપત્ર..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version