Sandeepbhai Desai: કામરેજ ખાતે શંખેશ્વર મહાદેવ મંદિરમાં વિકાસકાર્ય શરુ, ધારાસભ્ય સંદિપભાઈ દેસાઇએ આટલા કરોડના કામોના ખાતમુહૂર્ત કર્યા

Sandeepbhai Desai: કામરેજ તાલુકાના ધોરણપારડી- ગાયપગલા તીર્થ ખાતે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈના હસ્તે રૂ.૧૪.૩૧ કરોડના ખર્ચે ફ્લડ પ્રોટેક્શન વોલ સહિત પાંજરા ખાડી સ્લુઇસ રેગ્યુલેટરન કામોનું ખાતમુહૂર્ત

Sandeepbhai Desai Development work started at Shankheshwar Mahadev Temple at Kamrej

News Continuous Bureau | Mumbai

Sandeepbhai Desai: કામરેજ તાલુકાના ધોરણ પારડી- ગાયપગલા તીર્થ (શંખેશ્વર મહાદેવ મંદિર) ખાતે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈના હસ્તે રૂ.૧૪.૩૧ કરોડના ખર્ચે ફ્લડ પ્રોટેક્શન વોલ તથા પાંજરા ખાડી સ્લુઇસ રેગ્યુલેટરના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

Sandeepbhai Desai Development work started at Shankheshwar Mahadev Temple at Kamrej
આ પ્રસંગે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા તાપી નદીના કિનારે રમણીય અને નૈસર્ગિક વાતાવરણ વચ્ચે પૌરાણિક શંખેશ્વર મહાદેવ મંદિર ગાય પગલા તીર્થ સ્થાનનું યાત્રા-પ્રવાસન ધામ તરીકે અદ્યતન સુવિધા સાથે વિકાસ કરવામાં આવી રહ્યો છે. પર્યટન સ્થળ તરીકે આ સ્થળ લોકપ્રિય બની રહ્યું છે. રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ધાર્મિક સ્થળોની કાયાપલટ થઈ રહી છે. શંખેશ્વર મહાદેવ મંદિર, ગાય પગલા ભવ્ય સંરચનામાં શ્રધ્ધાળુને માત્ર મંદિર નહીં પરંતુ એવુ અસ્તિત્વ દેખાય છે જે હજારો વર્ષોથી પ્રેરણા આપે છે.

આ સમાચાર પણ વાંચો:  મહાકુંભમાં થયેલી નાસભાગ મુદ્દે સંસદમાં હોબાળો, લોકસભા સ્પીકરે વિપક્ષી સાંસદોને લગાવી ફટકાર કહ્યું- જનતાએ તમને સંસદમાં ટેબલ તોડવા માટે…


Sandeepbhai Desai: રૂ.૧૦૦૩.૩૬ લાખના ખર્ચે પ્રોવાઈડિંગ ફલ્ડ પ્રોટેકશન વોલ એટ શંખેશ્વર મહાદેવ ટેમ્પલ, ગાયપગલા ફ્રોમ ચે. ૦ થી ૫૦૦ મીટર, તથા રૂ.૪૨૭.૮૩ લાખના ખર્ચે રીસ્ટોરેશન ઓફ ડેમેજ રીવર સાઇડ એન્વેલોપ ઓફ પાંજર ખાડી સ્લુઇસ રેગ્યુલેટર ઓન રાઇટ બેંક ઓફ રીવર તાપીના પ્રથમ તબક્કાના વિકાસકામોમાં કુલ મળીને રૂ.૧૪.૩૧ કરોડના ખર્ચે આ સ્થળે શંખેશ્વર મહાદેવ જીર્ણોધ્ધાર પ્રકલ્પનું પ્રસ્તાવિત માનચિત્ર, શ્રી કૃષ્ણ અને બલરામજી દ્વારા પ્રતિષ્ઠિત જાગૃત શિવલીંગ પર નૂતન મંદિર નિર્માણ, નૂતન શિવપ્રસાદ માં સ્થિત કિશોરમૂર્તિ તપસ્વી શ્રીકૃષ્ણ-બલરામજી, સૂર્ય પૂત્રી તાપી અને ગૌમાતાના દેવાલયો, વૈદિક યજ્ઞશાળા, સૂર્ય પૂત્રી તાપીમાતાના પૂજન-આરતી અર્થે તાપીઘાટનું નિર્માણ, તટબંધી અને દિવાલનું નિર્માણ, તીર્થ સ્નાન માટે આધુનિક સગવડો યુકત ગૌરીકુંડ, ઔષધિવન, ઉત્સવકુંજ (પાર્ટી પ્લોટ), બાળ નગરી, ઉપાહાર ગૃહ નિર્માણ પામશે.

 

 

 

 

 

 

 

 

 

 

Sandeepbhai Desai: આ પ્રસંગે કામરેજ તાલુકાના પંચાયત પ્રમુખ હર્ષદભાઈ ધોડિયા, સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલ, જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, શાસક પક્ષનેતા રમેશભાઈ શિંગાળા, દત્તભક્ત મંડળના ટ્રસ્ટીઓ, સામાજિક અગ્રણીઓ, તાલુકા પંચાયતના સદસ્યો, યાત્રાળુઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version