News Continuous Bureau | Mumbai

Saras Mela 2025: સુરતના અડાજણ ખાતે સરસ મેળાનું આયોજન, માત્ર ચાર દિવસમાં એક કરોડનું વેચાણ; આ તારીખ સુધી ખુલ્લો રહેશે મેળો

Saras Mela 2025:

News Continuous Bureau | Mumbai

Saras Mela 2025: 

Join Our WhatsApp Channel

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘આત્મનિર્ભર મહિલા, આત્મનિર્ભર ગામ’ની થીમ સાથે તા.૬ઠ્ઠી માર્ચથી શરૂ થયેલા ‘સરસ મેળો-૨૦૨૫’માં ચાર દિવસમાં એક કરોડથી વધુનું વેચાણ થયું છે. સુરતવાસીઓ ‘વોકલ ફોર વોકલ’ની નેમને સાકાર કરતા મનભરીને મેળાને માણી રહ્યા છે અને અવનવી સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે.

Saras Mela 2025 Saras mela organized at Adajan, in four days Rs. 4 crore Bumper Sale in four day

સુરત શહેરના અડાજણ વિસ્તારના હનીપાર્ક ગ્રાઉન્ડ, SMC પાર્ટીપ્લોટ ખાતે આયોજિત મેળામાં સમગ્ર ભારતના ૧૯ રાજયોના ગ્રામીણ મહિલા સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા ૧૬૫ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જે પૈકી ખાણીપીણી માટે ૧૫ લાઇવ ફૂડસ્ટોલ પણ સામેલ છે. તા.૧૫ માર્ચ સુધી આ મેળો સવારે ૧૦.૦૦ થી રાત્રિના ૧૦.૦૦ સુધી ખૂલ્લો રહેશે.

‘વોકલ ફોર વોકલ’ નેમને સાકાર કરતો સરસ મેળો સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા મેળામાં હસ્તકલાની ચીજવસ્તુઓ, કાષ્ટકળા, અંતર, ચિત્રકામ, ફુટવેર, માટીકામની વસ્તુઓ જેવી અનેક ચીજવસ્તુઓ ખરીદવાની સુરતીઓને તક મળી છે. આ ઉપરાંત દરરોજ સાંજના સમયે કલાકારો દ્વારા લાઈવ પરફોમન્સ રજૂ કરીને લોકોને મનોરંજન પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Saras Mela 2025 :સુરતના અડાજણ ખાતે સરસ મેળાનું આયોજન, ૧૫ માર્ચ સુધી ખૂલ્લો રહેશે મેળો

Saras Mela 2025: સરસ મેળાના અવનવા આકર્ષણો:

 થીમ પેવેલિયન: સખી બહેનોની પ્રેરક સફળતાની ગાથાઓ અને તેમની કલાકારીગરીનું પ્રદર્શન
 કિડ્સ ઝોન: બાળકો માટે મનોરંજક પ્રવૃત્તિઓ અને આનંદદાયક અનુભવ.
 કેફેટેરિયા: સ્વસહાય જૂથના બહેનો દ્વારા તૈયાર કરાયેલી સ્વાદિષ્ટ સ્થાનીય વાનગીઓ.
 સાંસ્કૃતિક કાર્યક્રમ: લોકલ આર્ટિસ્ટ દ્વારા સંગીત નાઇટ, કોમેડી શો અને અન્ય આકર્ષક કાર્યક્રમો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version