Site icon

Saras Mela 2025 : વેસ્ટ ટીસ્યુ પેપરમાંથી સ્ટોન બનાવીને થ્રી-ડી પેઈન્ટીંગનું વેચાણ કરતી પશ્વિમ બંગાળની બહેનો, સરસમેળામાં બે લાખના પેઈન્ટીંગ્સનું વેચાણ કર્યું

Saras Mela 2025 : લાકડાના કેનવાસ પર અવનવા રંગો તથા સ્ટીક દ્વારા આકર્ષક આર્ટવર્ક અને લુક મળવાથી લોકોને અમારી કલાત્મક ચીજવસ્તુઓ ખૂબ પસંદ પડી રહી છે. વધુમાં તેઓ કહે છે કે, સરકારે અમને દિલ્હી, ચંડીગઢ, પુના તથા અરૂણાચલ પ્રદેશ જેવા રાજયોમાં આયોજિત એકઝીબિશનોમાં વિનામૂલ્યે સ્ટોલ આપ્યા હતા.

Saras Mela 2025 Sisters from West Bengal selling 3D paintings by making stones from waste tissue paper, sold paintings worth two lakhs at Saras Mela

Saras Mela 2025 Sisters from West Bengal selling 3D paintings by making stones from waste tissue paper, sold paintings worth two lakhs at Saras Mela

News Continuous Bureau | Mumbai

Saras Mela 2025 :

Join Our WhatsApp Community

મહિલાઓ પોતાના હુન્નર થકી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને તેના વેચાણ થકી ‘આત્મનિર્ભર ભારત’ના સૂત્રને સાર્થક કરી રહી છે. કેનવાસ પર અવનવા રંગબેરંગી કલરો દ્વારા આકર્ષક લુક આપીને પેઈન્ટીંગ તૈયાર કરતી પશ્વિમ બંગાળની બહેનોએ પોતાની કલાને નવો આયામ આપ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં ગુજરાતની લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ.(ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા આયોજિત સરસ મેળામાં પશ્વિમ બંગાળના દિયા મુખર્જી અને તેમના સ્વસહાય જૂથે સુરતના સરસમેળામાં બે લાખના પેઈન્ટીંગ્સનું વેચાણ કર્યું અને એક લાખના ઓર્ડરો મેળવ્યા છે.

પશ્વિમ બંગાળના હુબલી જિલ્લાના ચંડીતલા ગામના રહેવાસી દિયા મુખર્જી જણાવે છે કે, અમો બહેનો સાથે મળીને વેસ્ટ ટીસ્યુ પેપરમાંથી ખોળ અને તેમાંથી સ્ટોન બનાવી થ્રી-ડી પેઈન્ટીંગો બનાવીએ છીએ. અમે ૧૦ બહેનોએ ભેગા મળીને સખીમંડળ બનાવ્યું અને કંઈક નવું કરવાના વિચાર સાથે ટીસ્યુ પેપર જેવા વેસ્ટ મટીરીયલ્સમાંથી કેનવાસ પર પેઈન્ટીંગ બનાવીને વેચાણ કરીએ છીએ. અવનવા થ્રી-ડી પેઈન્ટીંગ તૈયાર કરીને ૨૫૦ થી લઈને ૧૦૦૦ની કિંમતે વેચાણ કરીયે છીએ.

તેઓ કહે છે કે, ૨૦૧૫ના વર્ષમાં અમે ટી-શર્ટમાં અવનવા પેઈન્ટીંગ કરતા હતા. બાદમાં લાકડાના કેનવાસ પર અવનવા રંગો તથા સ્ટીક દ્વારા આકર્ષક આર્ટવર્ક અને લુક મળવાથી લોકોને અમારી કલાત્મક ચીજવસ્તુઓ ખૂબ પસંદ પડી રહી છે. વધુમાં તેઓ કહે છે કે, સરકારે અમને દિલ્હી, ચંડીગઢ, પુના તથા અરૂણાચલ પ્રદેશ જેવા રાજયોમાં આયોજિત એકઝીબિશનોમાં વિનામૂલ્યે સ્ટોલ આપ્યા હતા. સરકારનું પીઠબળ અને પ્લેટફોર્મ મળવાના કારણે અમારી કલાને દેશભરમાં પહોચાડી શક્યા છીએ.

આ સમાચાર પણ વાંચો:  Handmade Jute Jewellery : ચાર સખીઓએ સાથે મળીને જૂટની જ્વેલરીનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, અવનવી જ્વેલરી બનાવીને ફેશનનો નવો ટ્રેન્ડ રચ્યો

સુરતવાસીઓનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવતા તેઓ કહે છે કે, આઠ દિવસમાં બે લાખનું વેચાણ થયું છે, અને એક લાખન વિવિધ પેઈન્ટીંગના ઓર્ડરો મળ્યા છે. દિવસ-રાત મહેનત કરીને ઓર્ડર પૂરા કરી રહી છું. દર વર્ષે અમારા ગ્રુપમાંથી છ થી સાત લાખનું વેચાણ થાય છે. સરકાર તરફથી અમોને વિનામૂલ્યે સ્ટોલ તથા રહેવાની સુવિધા મળે છે, જેના કારણે અમારા પેઈન્ટીંગ દેશભરના લોકો સુધી પહોચી રહ્યા છે જે બદલ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

સરકાર દ્વારા મહિલાઓને યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડતા સરસ મેળા જેવા પ્રદર્શનથી ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે.

(ખાસ લેખ: મહેન્દ્ર વેકરીયા)

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version