Saras Mela 2025 : સુરતના અડાજણ ખાતે યોજાયેલા સરસમેળાને મળ્યો બહોળો પ્રતિસાદ, માત્ર દસ દિવસમાં કુલ ૩.૫૦ કરોડથી વધુ વેચાણ..

Saras Mela 2025 : સુરત પ્રથમવાર આવનાર પશ્ચિમ બંગાળના મોહિની સખી ગ્રુપે રૂ.૧૨.૬૧ લાખના 3D પેઇન્ટિંગોનું વેચાણ કર્યું હતું. સુરતના સરસ મેળામાં અવનવી સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરીને સુરતવાસીઓ ‘વોકલ ફોર વોકલ’ની નેમને સાકાર કરતા મનભરીને મેળાને માણ્યો હતો. સુરત સરસ મેળાના સમાપન સમારોહમાં બેસ્ટ સેલ્સ, બેસ્ટ ડિઝાઈન અને બેસ્ટ ઇનોવેટિવ ઉત્પાદનોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

  News Continuous Bureau | Mumbai  

Saras Mela 2025 : 

Join Our WhatsApp Community

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘આત્મનિર્ભર મહિલા, આત્મનિર્ભર ગામ’ની થીમ સાથે અડાજણ ખાતે આયોજીત  ‘સરસ મેળો-૨૦૨૫’માં દસ દિવસમાં ૧૯ રાજયોમાંથી આવેલા ૧૬૫ જૂથો દ્રારા કુલ ૩.૫૦ કરોડથી વધુનું વેચાણ થયું છે. સુરત પ્રથમવાર આવનાર પશ્ચિમ બંગાળના મોહિની સખી ગ્રુપે રૂ.૧૨.૬૧ લાખના 3D પેઇન્ટિંગોનું વેચાણ કર્યું હતું.

Saras Mela 2025 The Saras Mela held at Adajan, Surat received a huge response, with a total sale of more than 3.50 crores in just ten days.

                 સુરતના સરસ મેળામાં અવનવી સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરીને સુરતવાસીઓ ‘વોકલ ફોર વોકલ’ની નેમને સાકાર કરતા મનભરીને મેળાને માણ્યો હતો. સુરત સરસ મેળાના  સમાપન સમારોહમાં બેસ્ટ સેલ્સ, બેસ્ટ ડિઝાઈન અને બેસ્ટ ઇનોવેટિવ ઉત્પાદનોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: સરસ મેળામાં કલકત્તાના જનની સખી મંડળની બહેનોને મળ્યો સુરતવાસીઓનો સહયોગ ; ૩૪ પ્રકારના પરફ્યુમનું વેચાણ કરીને વર્ષે કરે છે લાખોની કમાણી

     સરસ મેળાના સમાપન પ્રસંગે DRDAના નિયામક એમ.બી. પ્રજાપતિ એ સુરતની જનતાનો આભાર વ્યકત કરતા કહ્યું હતું કે, સુરતની જનતા કલા અને આર્ટને હંમેશા સ્વીકારે છે. એક જ સ્થળે દેશના વિવિધ પ્રાંતથી આવતા આર્ટિસ્ટ થકી આ સરસ મેળા શક્ય બન્યો છે. સુરતીઓ સરસ મેળામાં ખર્ચ કરીને ગ્રામીણ વિસ્તાર રહેતાં બહેનોના આર્થિક ઉત્થાનમાં સાચા અર્થમાં સહભાગી બન્યાં છે. દર વર્ષે યોજાતા મેળાઓમાં વધુમાં વધુ ખરીદી કરી સહકાર આપવા અનુરોધ કર્યો હતો. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version