Site icon News Continuous Bureau | Mumbai

SARAS Mela : સુરતના અડાજણ ખાતે યોજાશે ઉદ્દેશ્યથી ‘સરસ મેળો-૨૦૨૫’, કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટિલ મૂકશે ખૂલ્લો

SARAS Mela : અડાજણ ખાતે ‘સરસ મેળો–૨૦૨૫(Saras Mela-2025) યોજાશે. તા.૬ઠ્ઠીએ સાંજે ૬.૦૦ વાગ્યે સરસ મેળાને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટિલના હસ્તે ખૂલ્લો મૂકવામાં આવશે. તા.૬ થી ૧૫ માર્ચ દરમિયાન આ મેળો સવારે ૧૦.૦૦ થી રાત્રિના ૧૦.૦૦ સુધી ખૂલ્લો રહેશે.

SARAS Mela: A SARAS Mela will be held at Adajan, Surat

SARAS Mela: A SARAS Mela will be held at Adajan, Surat

 News Continuous Bureau | Mumbai

SARAS Mela :

Join Our WhatsApp Channel

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગ્રામીણ મહિલા સ્વ-સહાય જૂથોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે સુરતના અડાજણ ખાતે તા.૬ થી ૧૫ માર્ચ દરમિયાન હનીપાર્ક ગ્રાઉન્ડ, SMC પાર્ટીપ્લોટ, અડાજણ ખાતે ‘સરસ મેળો–૨૦૨૫(Saras Mela-2025) યોજાશે. તા.૬ઠ્ઠીએ સાંજે ૬.૦૦ વાગ્યે સરસ મેળાને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટિલના હસ્તે ખૂલ્લો મૂકવામાં આવશે. તા.૬ થી ૧૫ માર્ચ દરમિયાન આ મેળો સવારે ૧૦.૦૦ થી રાત્રિના ૧૦.૦૦ સુધી ખૂલ્લો રહેશે.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વસહાય જૂથો (સખી મંડળો)ને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાના આશયથી પ્રદર્શન સહ વેચાણ થાય તે હેતુથી આયોજન કરાયું છે. મેળામાં હસ્તકલા, હેન્ડલૂમ, ફુડ પ્રોડક્ટ સાથે સંકળાયેલા ગ્રામીણ મહિલા જૂથોના ૧૫૦ જેટલા સ્ટોલ હશે, જેમાં રાજ્યના ૧૦૦, અન્ય રાજ્યના ૫૦ સ્ટોલ ઉભા કરાશે. બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ ઇનોવેટીવ પ્રોડક્ટ, બેસ્ટ સેલર અને ડિજિટલ પેમેન્ટને પ્રાધાન્ય આપતા સ્ટોલને પુરસ્કૃત કરાશે.

ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટેના આ સરસ મેળામાં હરિયાણા, આંધ્રપ્રદેશ, આસામ, પંજાબ, છત્તિસગઢ, તેલંગાણા, રાજસ્થાન, મેઘાલય, મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ, અને કેરળ સહિતના રાજ્યો ભાગ લેશે. હરિયાણાની હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ, આસામ અને મેઘાલયની બામ્બુ આર્ટ, તેલગાણાંની પોચમપલ્લી, હેન્ડલૂમ, આંધ્રપ્રદેશની કલમકારી આર્ટ પેઇન્ટીંગ ઉત્તરપ્રદેશની હેન્ડલૂમ બેટશીટસ, કેરલાનું કિચન એગ્રીકલ્ચર પ્રોડક્ટ, મહારાષ્ટ્રના કોલોપુરી ચંપલ સહિતની ચીજવસ્તુઓના સ્ટોલનો પણ આ મેળામાં સમાવેશ કરાયો છે. તેમજ ૧૫ લાઈવ ફૂડ સ્ટોલ રહેશે, જેમાં ગુજરાતના ૧૦ અને હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર,પંજાબ, હરિયાણા રાજસ્થાન આ તમામ રાજ્યના એક એક સ્ટોલ કુલ ૫ સ્ટોલ રહેશે, જેમાં અવનવી મિલેટસ અને ટ્રેડીશનલ ફૂડનો લ્હાવો માણવા મળશે.

આ સમાચાર પણ વાંચો : Dandi Sea-Food Festival 2025: દાંડી બીચ ખાતે સી-ફુડ ફેસ્ટિવલ-૨૦૨૫નો પ્રારંભ, ગામના લોકો માટે સર્જાશે નવી રોજગારની તકો..

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા પંચાયત પ્રમુખ ભવિનીબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ. બી. પ્રજાપતિ, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી.ના અધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

*સરસ મેળાના અવનવા આકર્ષણો:-*

 થીમ પેવેલિયન: સખી બહેનોની પ્રેરક સફળતાની ગાથાઓ અને તેમની કલાકારીગરીનું પ્રદર્શન
 કિડ્સ ઝોન: બાળકો માટે મનોરંજક પ્રવૃત્તિઓ અને આનંદદાયક અનુભવ.
 કેફેટેરિયા: સ્વસહાય જૂથના બહેનો દ્વારા તૈયાર કરાયેલી સ્વાદિષ્ટ સ્થાનીય વાનગીઓ.
 સાંસ્કૃતિક કાર્યક્રમ: લોકલ આર્ટિસ્ટ દ્વારા સંગીત નાઇટ, કોમેડી શો અને અન્ય આકર્ષક કાર્યક્રમો રજૂ કરાશે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version