Site icon

Surat: સુરતના આંગણે તા.૨૭મી ઓકટોમ્બર થી તા.૭મી નવેમ્બર દરમિયાન અડાજણ ખાતે ‘‘સરસ મેળો યોજાશે.

Surat: દેશભરમાંથી ૫૦ જુથો અને ગુજરાતના ૧૦૦ સ્વ સહાયજુથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ ખરીદવાની સુવર્ણતક. સ્વ-સહાયજુથો/કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું સીધુ વેચાણ. સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરીને પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવાની તકઃ

Saras Mela will be held at Adajan in Surat from 27th October to 7th November

Saras Mela will be held at Adajan in Surat from 27th October to 7th November

News Continuous Bureau | Mumbai 

Suratભારત સરકારના ( Government of India ) ગ્રામિણ વિકાસ મંત્રાલય ( Ministry of Rural Development ) દ્વારા ગ્રામ્ય વિસ્તારના ગરીબી રેખા નીચે જીવતા પરિવારો અને સ્વ સહાયજુથ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું રાષ્ટ્રીય કક્ષાની ( national sales ) વેચાણની સુવિધા ઉપલબ્ધ કરાવવાના આશયથી સુરતના આંગણે ‘આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ગામ’ અંતર્ગત ‘સરસ મેળા’ને ( Saras Mela )  તા.૨૭/૧૦/૨૦૨૩ના રોજ સવારે ૧૦.૦૦ વાગે અડાજણ ખાતે જયોતિન્દ્ર ગાર્ડનની ( Jyotindra Garden ) બાજુમાં, મહાનગરપાલિકાના હનિપાર્ક ગ્રાઉન્ડ ખાતે મેયરશ્રી દક્ષેશ માવાણીના હસ્તે ખુલ્લો મૂકાશે. આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન, ધારાસભ્યશ્રીઓ, મેનેજિગ ડીરેકટરશ્રી–GLPC ગાંધીનગર, જિલ્લા કલેકટર આયુષ ઓક, જીલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકશ્રી એમ.બી. પ્રજાપતિ ઉપસ્થિત રહેશે.

Join Our WhatsApp Community

              મહિલાઓના આર્થિક ઉત્થાન માટે યોજાનાર સરસ મેળો તા.૨૭/૧૦/૨૦૨૩ થી તા.૦૭/૧૧/૨૦૨૩ દરમિયાન સવારે ૧૧.૦૦ થી રાત્રીના ૧૧.૦૦ વાગ્યા સુધી ખુલ્લો રહેશે. દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામિણ મહિલા સ્વ-સહાય જૂથોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમના દ્વારા ઉત્પાદિત કરાયેલી કલાત્મક વિવિધ ચીજવસ્તુઓના વેચાણ થકી આવા સ્વ-સહાય જૂથોને પ્રોત્સાહિત કરવાનો હેતુ રહેલો છે. સૂરતીજનોને સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરીને પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવાની ઘરઆંગણે તક મળી છે.

           રાષ્ટ્રીય સરસ મેળામાં વિવિધ રાજ્યોના ૫૦ સ્ટોલ તેમજ ગુજરાતના તમામ જિલ્લાના ૧૦૦ મળી કુલ ૧૫૦ જેટલા સ્ટોલ જોવા મળશે. દેશભરના વિવિધ રાજ્યોમાંથી હસ્તકલા, હેન્ડલૂમ, ફુડ પ્રોડક્ટ સાથે સંકળાયેલા ગ્રામીણ મહિલા જુથો આ સરસ મેળાનો હિસ્સો બનશે અને તેમના દ્વારા તૈયાર કરાયેલી કલાત્મક ચીજવસ્તુઓ મેળામાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

આ સમાચાર પણ વાંચો : Bhupendra Patel: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને નર્મદાના એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦’ના અમલીકરણ અંગે વેસ્ટર્ન ઝોનના વાઈસ ચાન્સેલર્સની કોન્ફરન્સ

              ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટેના આ મેળામાં હરિયાણા, આંધ્રપ્રદેશ, આસામ, પંજાબ, છત્તિસગઢ, તેલંગાણા, રાજસ્થાન, મેઘાલય, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને કેરળ સહિતના રાજ્યો ભાગ લેશે. હરિયાણાની હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ,  આસામ અને મેઘાલયની બામ્બુ આર્ટ, તેલગાણાંની પોચમપલ્લી, હેન્ડલૂમ, આંધ્રપ્રદેશની કલમકારી આર્ટ પેઇન્ટીંગ ઉત્તરપ્રદેશની હેન્ડલૂમ બેટશીટસ, કેરલાનું કિચન એગ્રીકલ્ચર પ્રોડક્ટ, મહારાષ્ટ્રના કોલોપુરી ચંપલ સહિતની ચીજવસ્તુઓના સ્ટોલનો પણ આ મેળામાં સમાવેશ કરાયો છે. તે ઉપરાંત આ મેળામાં બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ ઇનોવેટીવ પ્રોડક્ટ અને બેસ્ટ સેલર, ડીજીટલ પેમેન્ટને પ્રાધાન્ય આપતા સ્ટોલને પણ પુરસ્કાર આવશે.

                ભારત સરકારના ગ્રામિણ વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામિણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વસહાય જૂથો અને સખીમંડળોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાના ઉમદા આશયથી પ્રદર્શન સહ વેચાણ થાય તે હેતુ માટે સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version