News Continuous Bureau | Mumbai
Sanskrit: વીર નર્મદ યુનિ. ખાતે યોજાયેલા ૫૫મા પદવીદાન સમારોહમાં ( graduation ceremony ) ભરૂચ વતની ૨૩ વર્ષીય સરસ્વતી રાઠોડે સંસ્કૃત ભાષામાં ૩ ગોલ્ડ મેડલ સાથે M.A.( Master of Arts )ની પદવી મેળવી હતી. પરિવારમાં ઉચ્ચ અભ્યાસ કરનાર હું પ્રથમ અને એકમાત્ર દીકરી છું એમ જણાવી સરસ્વતીએ ભવિષ્યમાં સરકારી શાળામાં શિક્ષક બની પોતાના જેવા અનેક ગરીબ બાળકોને સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાનું ધ્યેય હોવાનું જણાવ્યું હતું.
સરસ્વતી ( Saraswati Rathore ) હાલ વલસાડમાં B. EDનો અભ્યાસ કરે છે અને M.ED કરી શિક્ષક બનવાનું લક્ષ્ય છે. તેમણે કહ્યું કે, ધો.૧૦ બાદ સંસ્કૃત ભાષા ( Sanskrit language ) તરફ વધેલા ઝુકાવને કારણે મેં આ વિષયમાં ઉચ્ચ અભ્યાસ કરવાનું વિચાર્યું હતું. આધુનિક યુગમાં જ્યાં બાળકો પશ્ચિમી સંસ્કૃતિથી આકર્ષિત બની પોતાની પરંપરાને ભૂલી ગેરમાર્ગે દોરવાઈ જાય છે, ત્યારે હું સંસ્કારી ભાષા એવી સંસ્કૃત ભાષાના માધ્યમથી બાળકોને ભારતીય સંસ્કૃતિ, ભાષાની જનની સંસ્કૃતની સુંદરતા, વિશેષતાથી સૌને અવગત કરવા ઈચ્છું છું. સંસ્કૃત ભાષા સાથે તાદાત્મ્ય સાધી વિદ્યાર્થીઓ પરિવાર કે સમાજ પ્રતિ જવાબદારીભર્યું વર્તન કરશે.
આ સમાચાર પણ વાંચો : Surat: સુરતની આ યુનિવર્સીટીના ઈતિહાસમાં પહેલીવાર મરણોપરાંત પી.એચ.ડી. ડિગ્રી કરાઈ એનાયત..
સરસ્વતીએ ન માત્ર પોતાના પરિવાર પરંતુ સમગ્ર સમાજની દીકરીઓ માટે આદર્શ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
