sarthak bhavsar: સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો

sarthak bhavsar: ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન અને એક નહીં, પરંતુ અઘરા ગણાતા Mirror Cube, 2x2, 3x3, Pyraminx and Skewb Cube એમ પાંચ-પાંચ પ્રકારના રૂબિક્સ ક્યુબ્સ હવામાં લટકતી અવસ્થામાં ઉપર પગ અને નીચે માથું રાખી ઉકેલ્યા

Sarthak Bhavsar 11-year-old Sarthak Bhavsar from Surat did a miracle in solving the Rubik's Cube He created a record of solving the maximum number of 5 Rubik's Cubes in one minute while hanging upside down.

News Continuous Bureau | Mumbai

sarthak bhavsar:  રૂબિક્સ ક્યુબ એ મગજને કસવાની ખૂબ જ અનોખી રમત છે. બુદ્ધિક્ષમતાને મજબૂત બનાવવા ઈચ્છતા બાળકો, યુવાનો આ રમતમાં અતિ રસ ધરાવતા હોય છે. આ રમત રમવી જેટલી દેખાય એટલી સરળ નથી. એકવાર રૂબિકસ ક્યુબ્સને અસ્તવ્યસ્ત કરીએ ત્યારે ફરી તેને મૂળ અવસ્થામાં લાવતા લાંબો સમય લાગી શકે છે, પરંતુ સુરતના અડાજણના ૧૧ વર્ષીય  સાર્થક વત્સલભાઈ ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કમાલ કરી બતાવી છે, તેણે એક મિનિટમાં સૌથી વધુ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો છે, એ પણ ઉંધા માથે લટકતા રહીને.. તેણે એક નહીં, પરંતુ અઘરા ગણાતા Mirror Cube, 2×2, 3×3, Pyraminx and Skewb Cube એમ પાંચ-પાંચ પ્રકારના રૂબિક્સ ક્યુબ્સ હવામાં લટકતી અવસ્થામાં ઉપર પગ અને નીચે માથું રાખી ઉકેલીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે.

Join Our WhatsApp Community

           

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

sarthak bhavsar:  અડાજણની પ્રેસિડેન્સી સ્કુલમાં ધો.૫ માં અભ્યાસ કરતા સાર્થકનો પરિવાર સ્પોર્ટ્સપ્રેમી બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેના પિતા વત્સલભાઈ પણ બાળવયે ૧૯૯૭-૯૮માં જિમ્નાસ્ટીકસની વિવિધ રાજ્ય, રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ્સ જીતી ચૂક્યા હતા, જ્યારે તેની ફોઈ રિદ્ધિબેન પણ જિમ્નાસ્ટીકસના પારંગત ખેલાડી હતા. 

             

 

 

 

 

 

 

 

 

 

 

સાર્થકે ગત ૯મી ડિસેમ્બરે આ રેકોર્ડ બનાવ્યો હતો, જે દિવસે તેની વય ૧૦ વર્ષ ૧૧ મહિના અને ૪ દિવસની હતી. જેને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા તમામ જરૂરી ચકાસણી કરીને ઉંધા લટકીને એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાના રેકોર્ડને સ્ક્રુટીની અને પ્રમાણિત કરી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપ્યું છે અને ગત તા.૫મી જાન્યુ.એ પ્રમાણપત્ર, મેડલ ટ્રોફી કુરિયર મારફતે મોકલી આપ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Central Government: રાજ્ય સરકારોને મૂડી ખર્ચમાં વધારો કરવા કેન્દ્ર સરકારની વિમોચન યોજના, અધધ આટલા કરોડના કર વિનિમયની કરી જાહેરાત…

            

 

 

 

 

 

 

 

sarthak bhavsar:  દરેક વ્યક્તિએ ક્યારેક તો જિંદગીમાં રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાની કોશિશ કરી જ હશે. જટિલ લાગતી આ રમત તીવ્ર વિચારક્ષમતા અને બુદ્ધિશક્તિ માંગી લે છે, ત્યારે સાર્થકે એકાગ્રતા રાખીને આ રમતના અલ્ગોરિધમ્સમાંથી ટેકનિક શીખી, ઓછા સમયમાં કોયડા ઉકેલવામાં માસ્ટરી મેળવી છે. બાળકોને તેમની રૂચિ પ્રમાણે પ્રોત્સાહિત કરવામાં આવે તો તેઓ તેમની કારકિર્દીમાં ખૂબ આગળ વધી શકે છે એ વાત સાર્થકે સાર્થક કરી છે. 

આ સમાચાર પણ વાંચો : XR Creator Hackathon: એક્સઆર ક્રિએટર હેકાથોન ગુજરાત મીટઅપમાં છાત્રોની ઉત્તમ ભાગીદારી, ટેકનોલોજી નવીનતામાં આગળ…

 

 

 

 

 

 

 

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Surat Ganesh Utsav: મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના
Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી
Exit mobile version