News Continuous Bureau | Mumbai
Lok Sabha Elections 2024: આગામી તા.૭મી મેના રોજ લોકશાહીના મહાપર્વમાં મહિલા મતદારો ( voters ) વધુમાં વધુ સહભાગી બને અને લોકશાહીનું મહાપર્વ ઉજવે તે હેતુથી ચૂંટણી પંચ વિવિધ થીમ બેઈઝ મતદાન મથકોને પ્રાધાન્ય આપી રહ્યું છે. જેના ભાગરૂપે બારડોલી ( Bardoli ) સંસદીય બેઠકમાં સમાવિષ્ટ ૧૫૮-કામરેજમાં વિધાનસભા મતવિસ્તારમાં સાત જેટલા મહિલા સંચાલિત મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે.
આ સાત મતદાન મથકો ( Voting Center ) ‘નારી શક્તિ’ના પ્રતીક બનશે. આ મહિલા સંચાલિત મતદાન મથકમાં પ્રિસાઈડીંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિ. ઓફિસર, પોલીંગ ઓફિસર તથા સુરક્ષા માટે પણ મહિલા પોલીસ કર્મીઓ ફરજ બજાવશે.
આ સમાચાર પણ વાંચો : Akshaya Tritiya 2024: મે મહિનામાં લાભ આપનારુ સ્વયં સિદ્ધ મુહૂર્ત એટલે અખા ત્રીજ, અક્ષય તૃતીયાના દિવસે આંખ બંધ કરીને કરો આ શુભ કાર્યો.. જાણો મુહુર્ત સમય અને મહત્ત્વ
મહિલા સંચાલિક મતદાન મથકોનો વિગતો જોઈએ તો, કામરેજ ( Kamrej ) વિધાનસભા વિસ્તારના ૧૩૨-ઓરણા ગામ સ્થિત ઓરણા પ્રાથમિક શાળા, ૧૩૮-જોખા ગામ ખાતે જોખા પ્રાથમિક શાળાના રૂમ નં.-૨, ૧૩-કરજણ ગામ ખાતે પ્રાથમિક શાળા કરજણના રૂમ નં.-૨, ૨૦-દેરોદ ગામે દેરોદ પ્રાથમિક શાળા, ૧૪૧-વાવ ગામે વાવ પ્રાથમિક શાળા, ૧૪૫-વાવ ગામે SRP ગ્રુપ વાવની પ્રાથમિક શાળા, ૦૭-નવી પારડી ગામે નવી પારડી પ્રાથમિક શાળા ખાતે મહિલા સંચાલિત સખી મતદાન મથક ઉભા કરાશે. જેથી મહિલા મતદારોને ( Women Voters ) વધુમાં વધુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
