Site icon News Continuous Bureau | Mumbai

Lok Sabha Elections 2024: બારડોલી પાર્લામેન્ટમાં સમાવિષ્ટ કામરેજ વિધાનસભામાં સાત મહિલા સંચાલિત ‘સખી’ મતદાન મથકો ઉભા કરાશે

Lok Sabha Elections 2024: ‘સખી મતદાન મથક’માં મતદાન સ્ટાફ તરીકે મહિલા કર્મચારી જ ફરજ બજાવશે

Seven women-run 'Sakhi' polling booths will be set up in Kamrej Legislative Assembly, which is included in Bardoli Parliament

Seven women-run 'Sakhi' polling booths will be set up in Kamrej Legislative Assembly, which is included in Bardoli Parliament

News Continuous Bureau | Mumbai 

Lok Sabha Elections 2024:  આગામી તા.૭મી મેના રોજ લોકશાહીના મહાપર્વમાં મહિલા મતદારો ( voters ) વધુમાં વધુ સહભાગી બને અને લોકશાહીનું મહાપર્વ ઉજવે તે હેતુથી ચૂંટણી પંચ વિવિધ થીમ બેઈઝ મતદાન મથકોને પ્રાધાન્ય આપી રહ્યું છે. જેના ભાગરૂપે બારડોલી ( Bardoli ) સંસદીય બેઠકમાં સમાવિષ્ટ ૧૫૮-કામરેજમાં વિધાનસભા મતવિસ્તારમાં સાત જેટલા મહિલા સંચાલિત મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે.  

Join Our WhatsApp Channel

            આ સાત મતદાન મથકો ( Voting Center ) ‘નારી શક્તિ’ના પ્રતીક બનશે. આ મહિલા સંચાલિત મતદાન મથકમાં પ્રિસાઈડીંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિ. ઓફિસર, પોલીંગ ઓફિસર તથા સુરક્ષા માટે પણ મહિલા પોલીસ કર્મીઓ ફરજ બજાવશે. 

આ સમાચાર પણ વાંચો : Akshaya Tritiya 2024: મે મહિનામાં લાભ આપનારુ સ્વયં સિદ્ધ મુહૂર્ત એટલે અખા ત્રીજ, અક્ષય તૃતીયાના દિવસે આંખ બંધ કરીને કરો આ શુભ કાર્યો.. જાણો મુહુર્ત સમય અને મહત્ત્વ

            મહિલા સંચાલિક મતદાન મથકોનો વિગતો જોઈએ તો, કામરેજ ( Kamrej ) વિધાનસભા વિસ્તારના ૧૩૨-ઓરણા ગામ સ્થિત ઓરણા પ્રાથમિક શાળા, ૧૩૮-જોખા ગામ ખાતે જોખા પ્રાથમિક શાળાના રૂમ નં.-૨, ૧૩-કરજણ ગામ ખાતે પ્રાથમિક શાળા કરજણના રૂમ નં.-૨, ૨૦-દેરોદ ગામે દેરોદ પ્રાથમિક શાળા, ૧૪૧-વાવ ગામે વાવ પ્રાથમિક શાળા, ૧૪૫-વાવ ગામે SRP ગ્રુપ વાવની પ્રાથમિક શાળા, ૦૭-નવી પારડી ગામે નવી પારડી પ્રાથમિક શાળા ખાતે મહિલા સંચાલિત સખી મતદાન મથક ઉભા કરાશે. જેથી મહિલા મતદારોને ( Women Voters ) વધુમાં વધુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Surat Scheduled Caste Welfare Scheme સુરત જિલ્લામાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ૧૯,૧૭૪થી વધુ લાભાર્થીઓને રૂ. ૧૫.૫૧ કરોડથી વધુની સહાય સુનિશ્ચિત
Kevdi Dam Alert Stage Surat વરસાદી પાણીની હેલી, માંડવીનો કેવડી ડેમ છલોછલ થવાની અણી પર, નદી કિનારાના વિસ્તારોમાં એલર્ટ
Exit mobile version