Shantaben Mochi: ૭૦ની ઉંમરે પણ કામમાં અડગ: સુરતની શાંતાબેન મોચી અનેક બહેનો માટે પ્રેરણારૂપ

૩૦ વર્ષથી હસ્તકળાકારીગરી સાથે સંકળાયેલા શાંતાબેન સુરત અને બનાસકાંઠાની બહેનોને રોજગારી આપે છે

Shantaben Mochi ૭૦ની ઉંમરે પણ કામમાં અડગ

News Continuous Bureau | Mumbai

માહિતી બ્યુરો સુરત,શુક્રવારઃ સુરત મહાનગરપાલિકા અને રાજ્યના શહેરી આજીવિકા મિશન દ્વારા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે તા.૧૯થી તા.૨૫ સપ્ટેમ્બર દરમિયાન અડાજણના જોગણીનગર પાર્ટી પ્લોટ ખાતે રાજ્યકક્ષાના મેળાનું આયોજન કરાયું છે. જેમાં નવરાત્રિને લગતા ટ્રેડીશનલ વસ્ત્રો, ઘરેણા સહિત ખાદીના પોષાક, હેન્ડમેડ તેમજ સુશોભનની ચીજવસ્તુઓનું વેચાણ કરવા આવેલા ૭૦ વર્ષીય શાંન્તાબેન જેઠાલાલ મોચી અનેક બહેનો માટે પ્રેરણારૂપ છે
મૂળ બનાસકાંઠા જિલ્લાના થરાદના રહેવાસી અને હાલ સુરતના પાલનપુર જકાતનાકા નજીકની નિલકંઠ સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષીય શાંતાબેન મોચી વૃદ્ધાવસ્થામાં પણ આત્મનિર્ભર જીવન જીવવાની પ્રેરણા આપે છે.

Join Our WhatsApp Community

Shantaben Mochi છેલ્લા ૩૦ વર્ષથી તેઓ ચણિયા-ચોળી, વોલ પીસ, પર્સ સહિત કટલરી કવર જેવી વિવિધ વસ્તુઓ તૈયાર કરીને વેચાણ કરે છે. ખાસ વાત એ છે કે તેઓ બનાસકાંઠાની ૧૭ બહેનોને રોજગારી પૂરી પાડી રહ્યા છે. કાચો માલ કુરિયર દ્વારા મોકલીને આ બહેનો પાસેથી તૈયાર વસ્તુઓ મેળવીને તેઓ વેચાણ કરે છે.
વર્ષ ૨૦૨૧માં પતિના અવસાન બાદ શાંતાબેન દિકરા પાસે સુરત રહેવા આવ્યા. અહીં આવ્યા બાદ પણ તેમણે કામ છોડ્યું નહીં. વર્ષ ૨૦૨૨-૨૩માં તેમણે ૧૦ બહેનો સાથે મળીને ‘મોરીયા સખી મંડળ’ની સ્થાપના કરી અને સમૂહ આધારિત ઉત્પાદનોનું વેચાણ શરૂ કર્યું. આ પ્રયાસને પગલે સુરત મહાનગરપાલિકાથી રૂ. ૫૦,૦૦૦ની લોન અને રૂ. ૧૦,૦૦૦નું રિવોલ્વિંગ ફંડ મળ્યું.
તેમનો પુત્ર અગાઉ હીરાના કારખાનામાં નોકરી કરતો હતો. પરંતુ માતાના સંઘર્ષ અને સમર્પણ જોઈને તે પણ વહુ સાથે આ કાર્યમાં જોડાઈ ગયો છે. આજે પરિવાર સાથે મળી સ્વરોજગાર કરી રહ્યા છે.

Shantaben Mochi ૭૦ની ઉંમરે પણ કામમાં અડગ

આ સમાચાર પણ વાંચો : Narendra Modi Solar Project: કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ: 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ

શાંતાબેનને રાજ્ય સરકારની ગંગાસ્વરૂપા સહાય યોજનામાં દર મહિને રૂ.૧૨૫૦ની સહાય પણ મળી રહી છે. આ સાથે સરકારી સહાય અને પરિવારના સહકારથી તેઓ વધુ ઉત્સાહ સાથે કાર્ય કરી રહ્યા છે.
૭૦ વર્ષની ઉંમર છતાં શાંતાબેન હજી પણ આત્મનિર્ભરતાથી કામ કરી રહ્યા છે. તેઓ માત્ર પોતાના પરિવારનું ગુજરાન જ નહીં, પરંતુ બનાસકાંઠા અને સુરતની અનેક બહેનોને રોજગારી આપીને મહિલાશક્તિનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
(અહેવાલઃમેહુલ વાંઝવાલા)

Surat body donation: સુરતના ધોરાજીયા પરિવારે સ્વર્ગસ્થ વડીલનું દેહદાન, નેત્રદાન કર્યું
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
EV incentives Surat: સુરત ગ્રીન વ્હીકલ પોલિસી-૨૦૨૫ શું છે?
Surat e-mobility: દેશની સૌપ્રથમ ‘સુરત ગ્રીન વ્હીકલ પોલિસી-૨૦૨૫’નું લોન્ચિંગ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ
Exit mobile version