Surat: ચલથાણ ગામની કોમલ સખીમંડળની બહેનો આત્મનિર્ભર બની, જુથક્રાફટની ચીજવસ્તુઓના વેચાણથકી કરે છે કરોડોની કમાણી..

Surat: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામની કોમલ સખીમંડળની બહેનો જુથક્રાફટની ચીજવસ્તુઓના વેચાણથકી આર્થિક રીતે પગભર બની. વર્ષે દહાડે ત્રણથી ચાર લાખનું વેચાણ કરી ચલથાણ ગામની બહેનો આત્મનિર્ભર બની.

News Continuous Bureau | Mumbai

Surat:  રાજ્ય સરકારે મહિલાઓને પગભર બનાવવા માટે સખી મંડળ યોજના ( Sakhi Mandal Yojana ) શરૂ કરી છે. આ યોજના મહિલા સશક્તિકરણ ( Women empowerment ) આગવું ઉદાહરણ પૂરું પાડયું છે. અંતરિયાળ ગામની મહિલાઓને કૌશલ્યની તાલીમ આપી તેમને પગભર બનાવી આર્થિક સધ્ધરતા આપવામાં સખીમંડળ એક મહત્વની ભૂમિકા ભજવી છે. 

Join Our WhatsApp Community

             સુરત જિલ્લાના પલસાણા ( Palsana ) તાલુકાના ચલથાણ ગામની કોમલ સખીમંડળની બહેનો જુથની ( Juthkraft ) ચીજવસ્તુઓના વેચાણથકી આર્થિક રીતે પગભર બની છે. 

sisters of Komal Sakhimandal of Chalthan village of Palsana taluk of Surat district became financially supported by the sale of Juthkraft items

sisters of Komal Sakhimandal of Chalthan village of Palsana taluk of Surat district became financially supported by the sale of Juthkraft items

               સખીમંડળના પ્રમુખ શ્રીમતી જયોતિબેન રાઠોડે ( Jyothiben Rathod ) જણાવ્યું કે, ૨૦૧૯ના વર્ષ દરમિયાન અમે ૧૦ બહેનો મળીને  જુથક્રાફટની ચીજવસ્તુઓ બનાવવાની શરૂઆત કરી હતી. સ્થાનિક બજારમાંથી સુતળીનો કાચો માલ લાવી પગલુછણીયા, ટેબલ રનર, આસન, મેકમની, કોસ્ટલ, તોરણ, લેન્ડ ફોલ્ડર જેવી વસ્તુઓ બનાવીએ છીએ. સરકાર દ્વારા સમયાંતરે સુરત તથા અમદાવાદ જેવા મોટા શહેરોમાં યોજાતા સરસમેળામાં અમોને સ્ટોલની વિનામૂલ્યે ફાળવણી કરવામાં આવે છે. જેના માધ્યમથી અમારી વસ્તુઓનું ફટાફટ વેચાણ થાય છે. હવે અમોએ કેળાના થડમાંથી રેસા લીપણ બનાવીએ છીએ જેની પણ બજારમાં સારી માંગ રહે છે. તેઓ કહે છે કે, મહિલા પોતે કમાતી હોય તેનું ગૌરવ અનોખું હોય છે,જે અમે લોકોએ આર્થિક સધ્ધરતા મેળવીને અનુભવ્યું છે. આજે અમારા કુટુંબને પણ આગળ લઈ જવા તથા બાળકોને સારી કારકિર્દી આપવા માટે અમે સક્ષમ બન્યા છીએ. 

sisters of Komal Sakhimandal of Chalthan village of Palsana taluk of Surat district became financially supported by the sale of Juthkraft items

આ સમાચાર પણ વાંચો : West Bengal : PM મોદી એ પશ્ચિમ બંગાળના કોલકાતામાં અધધ આટલા કરોડના બહુવિધ કનેક્ટિવિટી યોજનાઓનું કર્યું ઉદ્ઘાટન

           અમારા સખીમંડળને રૂ. ૩૦ હજારનું રીવોલ્વીગ ફંડ મળ્યું છે સાથે ધંધાના વિકાસ માટે અમોએ રૂ. ૩ લાખની લોન પણ લિધી છે. વર્ષે દહાડે અમારા સખીમંડળની બહેનો અંદાજે રૂ.ત્રણ થી ચાર લાખની ચીજવસ્તુઓ વેચાણ કરતા હોવાનું જયોતિબેને કહ્યું હતું. સાથે મિશન મંગલમ યોજનાથકી સરકાર મહિલાઓ આત્મનિર્ભર બને તે માટેના પ્રયાસો કરી રહી છે જે બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી

sisters of Komal Sakhimandal of Chalthan village of Palsana taluk of Surat district became financially supported by the sale of Juthkraft items

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version