Site icon News Continuous Bureau | Mumbai

Skill India : નવયુગ કોલેજમાં ‘સ્કીલ ઇન્ડિયા: કન્સ્ટ્રકશન ડેવલપમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ના ઉપક્રમે ૩૦૦ ઇલેક્ટ્રીશિયનોને CSDC પ્રમાણપત્ર વિતરણ અને સન્માન

Skill India : ચેરિટેબલ ફાઉન્ડેશન-મુંબઇ અને તેમની CSDC-પ્રમાણિત ટ્રેનિંગ પાર્ટનર ‘ડિજિટ્રાન્સફોર્મેશન’ના સહયોગથી તાલીમના ભાગરૂપે વડોદરા, અમદાવાદ અને સુરતમાં અનેક બેચો સફળતાપૂર્વક યોજાઇ છે

News Continuous Bureau | Mumbai

Skill India :   ‘સ્કીલ ઇન્ડિયા: કન્સ્ટ્રકશન ડેવલપમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ના ઉપક્રમે હેઠળ નવયુગ કોલેજમાં ત્રિદિવસીય ઇલેક્ટ્રીશિયન તાલીમ કાર્યક્રમમાં જોડાઈ સફળતાપૂર્વક પાસ થયેલા ૩૦૦થી વધુ તાલીમાર્થીઓને CSDC પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

Join Our WhatsApp Channel

દેશના વીજઉદ્યોગમાં કુશળ વ્યાવસાયિકોની વધતી માંગને ધ્યાનમાં રાખી સિદ્ધિવિનાયક કૃપા ચેરિટેબલ ફાઉન્ડેશન-મુંબઇ અને તેમની CSDC-પ્રમાણિત ટ્રેનિંગ પાર્ટનર ‘ડિજિટ્રાન્સફોર્મેશન’ના સહયોગથી તાલીમના ભાગરૂપે વડોદરા, અમદાવાદ અને સુરતમાં અનેક બેચો સફળતાપૂર્વક યોજાઇ છે અને અત્યાર સુધીમાં ૧૦૦૦ થી વધુ ઇલેક્ટ્રીશિયનોને લાભ મળ્યો છે. જેમાંથી ૮૦ % ને સફળતાપૂર્વક પ્રમાણપત્ર મળ્યા છે.

આ સમાચાર પણ વાંચો: મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ક્રેડાઈની ‘ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની-૨૦૨૫’ યોજાઈ

આ યોજના ભારતના ઇલેક્ટ્રીકલ ક્ષેત્રમાં તાલીન ન મેળવી હોય તેવા શ્રમિક અને પ્રમાણિત કુશળ કામદારો વચ્ચેની ક્ષતિ પૂરી કરે છે. આ તાલીમને ઢાંચાયુક્ત બનાવીને માન્ય પ્રમાણપત્ર આપવામાં આવે છે, જેના કારણે રોજગારની તકો વધે છે, સલામતીના ધોરણો ઊંચા રહે છે અને શ્રમિક વર્ગોની કુશળતામાં વધારો થતા કામદારોમાં આત્મવિશ્વાસ જન્મે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version