News Continuous Bureau | Mumbai

Social Audit: ચોર્યાસી તાલુકાના સામરોદ ગામે સામાજિક ઓડિટની ગ્રામસભા યોજાઈ, આ યોજનાઓનો લાભ મેળવવા માટે લોકોને અપાયું માર્ગદર્શન..

Social Audit: ચોર્યાસી તાલુકાના સામરોદ ગામે સામાજિક ઓડિટની ગ્રામસભા યોજાઈ

News Continuous Bureau | Mumbai

Social Audit: સામાજિક ઓડિટ નિયામક અને ગ્રામ વિકાસ કમિશનર-ગાંધીનગરના માર્ગદર્શનમાં નાણાકીય વર્ષના દર ૬ મહિને યોજાતા સામાજિક ઓડિટ અંતર્ગત ચોર્યાસી તાલુકાના સામરોદ ગ્રામપંચાયત ખાતે જિલ્લા સામાજિક ઓડિટર પારૂલ વાણીયાની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ અંતર્ગત કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ગ્રામજનોને માર્ગદર્શન અપાયું હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Road Accident Treatment: મહારાષ્ટ્રના રોડ અકસ્માતમાં ઘવાયેલા ભરતસિંહના મફતમાં થઇ સારવાર, નવી સિવિલમાં વિના ઓપરેશન સ્વસ્થ થયા..

Social Audit A social audit gram sabha was held in Samrod village of Choryasi taluka

Social Audit: સામાજિક ઓડિટર દીપક જાયસવાલે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો મળતા લાભ અંગે પૃચ્છા કરી કામોની ભૌતિક ચકાસણી-સ્થળ તપાસ કરી હતી. ગ્રામસભા અને સામાજિક ઓડિટનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામજનો એમના હકો અને લાભોથી વંચિત ન રહે, સમયસર લાભો મળે જેથી ગ્રામ વિકાસ સાથે જિલ્લા-રાજ્યના વિકાસમાં ગતિ આવે એ છે એમ સામાજિક ઓડિટર પારૂલ વાણીયાએ કહ્યું હતું. સરપંચ સુલેમાન સુરતીએ ગામના પ્રશ્નોનો નિકાલ અંગે વિગતો આપી હતી. આ તકે તલાટી લકી શર્મા, પોસ્ટ ઓફિસના કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version