Solar Panel Surat : ઊર્જા ક્ષેત્રે સ્વાવલંબન તરફ મહત્વપૂર્ણ પગલું, સુરત જિલ્લામાં ૧૮૨ ગ્રામ પંચાયત કચેરીઓ પર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે

Solar Panel Surat :સુરત જિલ્લા પંચાયતે મુખ્ય ઉદ્દેશ ઊર્જા બચાવવાનો અને પર્યાવરણને સુરક્ષિત રાખવાનો છે. સરકારી ઇમારતોમાં સોલાર પેનલ લગાવવાથી પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઓછી થશે અને વીજળી ખર્ચમાં પણ ઘટાડો થશે. સૌર ઊર્જા સ્વચ્છ અને નવિનીકરણક્ષમ ઊર્જા છે, એટલે તેના ઉપયોગથી પ્રદૂષણ ઓછું થાય છે

Solar Panel Surat Solar rooftop systems will be installed at 182 Gram Panchayat offices in Surat district

News Continuous Bureau | Mumbai 

Solar Panel Surat :

Join Our WhatsApp Community

રાજ્ય સરકારે ગુજરાતને ગ્રીન અને રિન્યુએબલ એનર્જી તરફ આગળ વધારવાની નવીન પહેલ કરી છે, ત્યારે સુરત જિલ્લા પંચાયતે પણ ઝુંબેશ સ્વરૂપે જિલ્લાની ગ્રામ પંચાયત કચેરીઓને સૌર ઉર્જાથી સજ્જ અને સ્વાવલંબી બનાવવા કમર કસી છે. પરિણામે મહત્તમ ગ્રામ પંચાયતો પર સોલાર પેનલ્સ લગાવવાની કામગીરી ઝડપી ગતિથી આગળ વધી રહી છે. જેમાં સુરત જિલ્લામાં વધુ ૧૮૨ ગ્રામ પંચાયત કચેરીઓ પર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે.

સુરત જિલ્લા પંચાયતે મુખ્ય ઉદ્દેશ ઊર્જા બચાવવાનો અને પર્યાવરણને સુરક્ષિત રાખવાનો છે. સરકારી ઇમારતોમાં સોલાર પેનલ લગાવવાથી પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઓછી થશે અને વીજળી ખર્ચમાં પણ ઘટાડો થશે. સૌર ઊર્જા સ્વચ્છ અને નવિનીકરણક્ષમ ઊર્જા છે, એટલે તેના ઉપયોગથી પ્રદૂષણ ઓછું થાય છે અને પર્યાવરણને નુકસાન પહોંચતું નથી. આ પગલાંથી માત્ર વીજળી બચતી નથી, પરંતુ પર્યાવરણ પણ સ્વચ્છ રહે છે.

 

ગત વર્ષે નાણાપંચ, જિલ્લા પંચાયતના સ્વભંડોળ, સમરસ ગ્રામ પંચાયતો માટે પ્રોત્સાહક ગ્રાન્ટ અને રાજ્ય સરકાર દ્વારા મળતી અન્ય ગ્રાન્ટમાંથી સુરત જિલ્લાના ૧૪૦ જેટલી ગ્રામ પંચાયત કચેરીઓની છત ઉપર ૨ થી ૫ કિલોવોટ ક્ષમતાવાળા સોલાર રૂફટોપ સિસ્ટમ્સ સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવી છે, એ જ રીતે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની અગ્રવાલે આ વર્ષે વધુ ૧૮૨ ગ્રામ પંચાયત કચેરીઓ પર સોલાર રૂફટોપ પેનલ્સ સ્થાપિત કરવા માટે મંજૂરી આપી છે.

આ સમાચાર પણ વાંચો : Blue Aadhaar Card: આ લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે બ્લુ આધાર કાર્ડ, કેવી રીતે કરવી ઓનલાઈન અરજી ? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ..

સુરત જિલ્લાની કુલ મળીને ૩૨૨ જેટલી ગ્રામ પંચાયત કચેરીઓના વીજ વપરાશ ઓછો થશે પરિણામે વીજબીલની બચત થશે, ગ્રામ્ય સ્તરે અક્ષય ઊર્જાનો ઉપયોગ વધશે અને સોલાર રૂફટોપની મદદથી ઉત્પાદન થતી વધારાની વિજળી માટે વીજ કંપની વળતર પણ આપે છે. આ વળતરથી પંચાયતોની આવકમાં વધારો થતા પંચાયતના ભંડોળમાં પણ વધારો થાય છે.

Solar Panel Surat Solar rooftop systems will be installed at 182 Gram Panchayat offices in Surat district (2)

સોલાર પેનલ સિસ્ટમોના સ્થાપનથી હવે ગ્રામ્ય કચેરીઓ પોતાની વીજળીની જરૂરિયાત જાતે પૂર્ણ કરી રહી છે, જેના કારણે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ માટે ઊર્જા સ્વાવલંબનનું દૃઢ પાયાનું બંધારણ તૈયાર થઈ રહ્યું છે. આ સાથે રાજ્યના ગ્રીન એનર્જી લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં પણ આ પહેલ યોગદાનરૂપ સાબિત થઈ રહી છે.

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version