Surat : સચિન-લાજ્પોર વિસ્તારમાં સ્ક્વૉડ ટીમની તમાકુ વિરોધી ઝુંબેશ: દુકાનદારો તથા જાહેરમાં ધુમ્રપાન કરનારાઓ પાસેથી રૂ.૨૨,૨૦૦નો દંડ વસુલ્યો

Surat : રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમે સચિન-લાજ્પોર ખાતે તમાકુ વિક્રેતાઓ દ્વારા બિનઅધિક્રુત રીતે તમાકુ વેચાણ કરનાર વેપારીઓ અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓને સ્થળ પર જ દંડ વસુલાતની કામગીરી કરી રૂ.૨૨,૨૦૦ના દંડની વસુલાત કરવામાં આવી હતી.

Squad Team's Anti-Tobacco Campaign in Sachin-Lajpore Area

News Continuous Bureau | Mumbai 

 Surat : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના ( Tobacco Control Programme ) નોડલ ઑફિસર ડૉ. અનિલ પટેલના ( Anil Patel ) માર્ગદર્શન હેઠળ તમાકુ વિરોધી ઝુંબેશ ( anti-campaign ) હાથ ધરી “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડ્ક્ટ એક્ટ-૨૦૦૩” ( Cigarettes and Other Tobacco Products Act-2003 ) એક્ટના સઘન અમલીકરણના ભાગરૂપે દંડનીય ( Penalty )  કાર્યવાહી કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Community
Squad Team's Anti-Tobacco Campaign in Sachin-Lajpore Area

Squad Team’s Anti-Tobacco Campaign in Sachin-Lajpore Area

Squad Team’s Anti-Tobacco Campaign in Sachin-Lajpore Area

 

 જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમ એપિડેમીક મેડિકલ ઑફિસર ડૉ. કૌશિક મહેતા, રાષ્ટ્રીય તમાકૂ નિયંત્રણ કાર્યક્રમના કાઉન્સેલર કિર્તીરાજ સોલંકી. સો.વ. મુકેશ શ્રીવાસ્તવ તેમજ વહિવટી અધિકારી મંગેશભાઈ ચિખલીકર, ડી.એસ.આઇ હસમુખ રાણા અને પી.આઇ આર.આર.દેસાઇ,  પો.કો હરપાલસિંહ પઢિયાર પો.કો જગદીશભાઈ ચૌધરી સચિન પોલિસના સહકારથી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન તમાકુ વેચાણ કરતા વેપારીઓને સ્ક્વૉડ ટીમ દ્વારા માર્ગદર્શન આપી નિયમાનુસાર તમાકુ વેચાણ કરતી દુકાનો પર લગાવાના નિયત માપ પ્રમાણે સુચના બૉર્ડ લગાવવાની સુચનાઓ આપવામાં આવી હતી. ગેરકાયદેસર વેચાણ કરનારાઓ અને જાહેરમાં ધૂમ્રપાન કરનારાઓ પાસેથી રૂ.૨૨,૨૦૦નો દંદ વસુલાયો હતો.

Squad Team’s Anti-Tobacco Campaign in Sachin-Lajpore Area

Squad Team’s Anti-Tobacco Campaign in Sachin-Lajpore Area

આ સમાચાર પણ વાંચો : Indian Air Force Day: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે 92મા ભારતીય વાયુસેના દિવસ પર હવાઈ યોદ્ધાઓ, નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version