News Continuous Bureau | Mumbai
Surat: EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસની ( EMRI Green Health Services ) ‘ખિલખિલાટ’ સેવાને તા. ૪ સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં બાર વર્ષ પૂર્ણ થયા છે. બાર વર્ષ દરમિયાન રાજ્યમાં કુલ ૧,૧૬,૭૪,૮૨૨ માતા અને બાળકોને સેવા પૂરી પાડી છે. હાલ ગુજરાતમાં ૪૧૪ ખિલખિલાટ વાન ( KhilKhilat Van ) કાર્યરત છે.

Successful completion of 12 years of ‘Khilkhilat’ service of EMRI Green Health Services in Surat
Successful completion of 12 years of ‘Khilkhilat’ service of EMRI Green Health Services in Surat
સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં છેલ્લા ૧૨ વર્ષમાં કુલ ૧૩,૪૩,૮૧૦ માતા અને બાળકોને સેવા આપવામાં આવી છે. સુરત જિલ્લામાં હાલ ૨૬ ખિલખિલાટ ( KhilKhilat ) વાન કાર્યરત છે. માતા અને બાળકને ઘરેથી હોસ્પિટલ લઈ જવા માટે અને હોસ્પિટલથી ઘરે મૂકવા માટેનું કાર્ય અવિરતપણે આ સેવા કરતી રહે છે, જે માતા અને બાળકો માટે આશીર્વાદ સમાન બની ગઈ છે. માતાને બાળકોને ઘરેથી હોસ્પિટલ જવું હોય ત્યારે રજિસ્ટ્રેશન કરાવતાની સાથે જ ખિલખિલાટ વાન દર્શાવેલા સ્થળે પહોંચી જાય છે, અને માતા-બાળકને સુખરૂપ ઝડપભેર હોસ્પિટલ સુધી પહોંચાડી દે છે. જ્યારે પ્રસુતા માતાની ડિલિવરી બાદ માતા અને નવજાત બાળકને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાનું કાર્ય પણ ખિલખિલાટ સેવા છેલ્લા ૧૨ વર્ષથી કરતી આવી છે. ઈમરજન્સીની સ્થિતિમાં સેંકડો બાળકો અને માતાઓને સમયસર હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવવાનું કાર્ય પણ કર્યું છે, અને આવનારા વર્ષોમાં પણ આ કાર્ય અવિરતપણે શરૂ રહેશે એમ સુરત ( Surat ) તાપી જિલ્લાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે આપી હતી.
Successful completion of 12 years of ‘Khilkhilat’ service of EMRI Green Health Services in Surat
Successful completion of 12 years of ‘Khilkhilat’ service of EMRI Green Health Services in Surat
આ સમાચાર પણ વાંચો: Paralympics Dharambir : ધરમબીરે ભારતનો પ્રથમ પેરાલિમ્પિક ગોલ્ડ જીતી રચ્યો ઇતિહાસ! આ સિદ્ધિ બદલ PM મોદીએ પાઠવ્યા તેમને અભિનંદન.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.