Organ Donation: સુરતની આ હોસ્પિટલના તબીબોના પ્રયાસોના પરિણામે ૬૦મું સફળ અંગદાન, બ્રેઈનડેડ દર્દીના અંગદાનથી મળશે ત્રણ લોકોને નવજીવન.

Organ Donation: નર્મદાના ડેડીયાપાડાના વતની એવા આદિવાસી પરિવારના બ્રેઈનડેડ અજબસિંગભાઇ વસાવાના બે કિડની અને એક નું અંગદાન. નવી સિવિલના તબીબોના પ્રયાસોના પરિણામે ૬૦મું સફળ અંગદાન

News Continuous Bureau | Mumbai 

 Organ Donation: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ૬૦મું  સફળ અંગદાન થયું હતું. નર્મદાના ડેડીયાપાડાના બ્રેઈનડેડ અજબસિંગભાઇ વસાવાનું અકસ્માત થતા લિવર તથા બન્ને કિડનીનું અંગદાન થતા ત્રણ જરૂરિયાત મંદ દર્દીઓને નવજીવન મળશે.

Join Our WhatsApp Community
successful organ donation in Surat New Civil Hospital Today, 3 people will get new life with organ donation of brain dead patient.

successful organ donation in Surat New Civil Hospital Today, 3 people will get new life with organ donation of brain dead patient.

             પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ઉપલા ફળિયા ખાતે રહીને ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા ૪૬ વર્ષીય અજબસિંગભાઇ વસાવા તા.૨૨/૦૯/૨૦૨૪ના રોજ ગાડી પર ખુદાદીથી બલગામ જતા હતા ત્યારે નાનીસિંગલોટી પાસે સામેથી બાઇક આવતાં સામસામે એક્સિડેન્ટ થયું હતું. પ્રાથમિક સારવાર માટે ડેડીયાપાડા સરકારી હોસ્પિટલમાં ત્યારબાદ રાજપીપળા હો.રીફર કર્યા હતા. વધુ સારવાર માટે ખાનગી એમ્બુલન્સ દ્વારા અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલમાં ત્યાથી યુનિક હોસ્પિટલમાં લઇ જઈ તમામ રિપોર્ટ કે સારવાર કરી કર્યા પણ વધુ ગંભીર હાલત હોવાથી ડોકટરોના કહેવાથી નવી સિવીલ હોસ્પિટલમાં ( New Civil Hospital ) તાઃ૨૬મીએ દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર અર્થે લવવામાં આવેલ. ઇમરજન્સીમાંથી આઇ.સી.યુ.માં શિફટ કરવામાં આવેલ હતાં. સધન સારવાર  બાદ હેડ ઈન્જરીના કારણે તાઃ૨૮મીએ ડો.હેમલ તથા ડો.કેયુર પ્રજાપતિ, ડો.નિલેશ કાછડીયા અને RMO ડો.કેતન નાયકે બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં.

successful organ donation in Surat New Civil Hospital Today, 3 people will get new life with organ donation of brain dead patient.

             વસાવા પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઈનડેડ  અજબસિંગભાઇના ધર્મ પત્ની રમિલાબેન, દિકરી રંજનાબેન, કૌશલ્યાબેન તથા પુત્ર દેવિન્દ્રભાઇ વસાવા દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી. 

successful organ donation in Surat New Civil Hospital Today, 3 people will get new life with organ donation of brain dead patient.

આ સમાચાર પણ વાંચો :  Har Ghar Durga Abhiyan: મહારાષ્ટ્રની યુવતીઓને આપવામાં આવશે સ્વરક્ષણની તાલીમ, લોકસભા સ્પીકર ઓમ બિરલાના હસ્તે ‘હર ધર દુર્ગા’ અભિયાન થશે શરૂ

              બ્રેઈનડેડ અજબસિંગભાઇની બન્ને કિડનીઓ તથા લિવરને અમદાવાદની IKD હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

successful organ donation in Surat New Civil Hospital Today, 3 people will get new life with organ donation of brain dead patient.

             સિવિલના ( Surat ) મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.         

         નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૬૦મું અંગદાન થયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version