Surat Ganesh Utsav: મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના

Surat Ganesh Utsav: રાષ્ટ્રનાયકોની તસવીરો સાથે ત્યાગ, રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપતા ‘સુદામા કા રાજા’ ગણેશ પંડાલે ગણેશભક્તોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું

Sudama Ka Raja Ganesh Pandal in Surat showcases Ek Bharat Shreshtha Bharat theme

News Continuous Bureau | Mumbai

Surat Ganesh Utsav:  સુરતના સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટા વરાછા ખાતે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂર અને ‘સુદામા કા રાજા’ ગણેશ પંડાલે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. ૬જી – ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી, ગીતા અને ગણપતિ આધારિત અનોખો ગણેશ પંડાલ માત્ર દર્શન નહીં, પણ રાષ્ટ્રપ્રેમ અને સંસ્કૃતિનો જીવંત અનુભવ કરાવે છે.

Join Our WhatsApp Community


અહીં વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાની એક બાજુ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, શહીદ ભગતસિંહ તથા બીજી બાજુ મહારાજા કૃષ્ણકુમારસિંહજી, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, રાણી લક્ષ્મીબાઈ જેવા રાષ્ટ્રનાયકોની તસવીરો પ્રદર્શિત કરીને ભારતના ભવ્ય ઐતિહાસિક, સામાજિક અને રાજકીય સંસ્કૃતિના દર્શન સાથે ત્યાગ, રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો છે. રાષ્ટ્રપ્રેમની ઝાંખી કરાવતો ત્રિરંગા થીમ પર શણગારેલા તેમજ વિવિધ થીમ આધારિત ગણેશ પંડાલની મુલાકાત લેવા હજારો ભક્તો ઉમટી પડે છે.

આ સમાચાર પણ વાંચો : Vadnagar: 31 ઓગસ્ટ 2025 સુધીમાં 95,658 લોકોએ વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમની મુલાકાત લીધી

સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના રોનકભાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતને એક કરીને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભાઈ પટેલ તથા સ્વતંત્ર ભારતના એકીકરણ માટે સૌપ્રથમ પોતાનું રાજ્ય આપનાર ભાવનગરના નેકદિલ પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીની તસવીર ભાવિક ભક્તોને એકતા અને ત્યાગનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

આ બન્ને રાષ્ટ્રનાયકોની તસવીરોને સાથે રાખીને અખંડિતતા અને સમર્પણનો અનોખો સમન્વય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત તાજેતરમાં ભારતીય સેનાએ પાકિસ્તાન સામે કરેલા વીરતાભર્યા ઓપરેશન સિંદુર તેમજ તેનું નેતૃત્વ કરનાર સાહસિક મહિલા સેના અધિકારીઓ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ, બ્રહ્મોસ મિસાઈલ, રાફેલ ફાઈટર જેટ, પેરા કમાન્ડો, વ્યસન મુક્તિના કટઆઉટ્સ મૂકવામાં આવ્યા છે. સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો કોરોના હોય કે, ગંગા સ્વરૂપા બહેનોને રાશનકિટ્સ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. દર્શનાર્થીઓનો પ્રોત્સાહક પ્રતિભાવ મળી રહ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
આમ, આ પંડાલ માત્ર ધાર્મિક ભાવનાને જ નહીં, પણ રાષ્ટ્રભક્તિ, ત્યાગ અને એકતા જેવા મૂલ્યોને પણ ઉજાગર કરી સુરતવાસીઓને અનોખી પ્રેરણા પૂરી પાડી રહ્યો છે.

fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી
Health Awareness: સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતાથી બનશે મેદસ્વિતામુક્ત ગુજરાત
Exit mobile version