Site icon

Surat: સુરતમાં જન્મના 100 કલાક બાદ શિશુના અંગોએ 4 જીવનમાં પ્રગટાવી જીવનની આશ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે અહીં..

Surat: સુરતમાં વધુ નવજાત શિશુ જીવન દાતા બન્યું. જન્મના 48 કલાક બાદ બ્રેઈન ડેડ જાહેર કરાયેલા શિશુના અંગ દાને ચાર જીવનમાં નવી આશા પ્રગટાવી છે….

Surat 100 hours after birth in Surat, baby's organs gave hope to 4 lives.. Know what this complete case is..

Surat 100 hours after birth in Surat, baby's organs gave hope to 4 lives.. Know what this complete case is..

News Continuous Bureau | Mumbai 

Surat: સુરતમાં વધુ નવજાત શિશુ ( newborn baby ) જીવન દાતા બન્યું. જન્મના 48 કલાક બાદ બ્રેઈન ડેડ ( Brain dead ) જાહેર કરાયેલા શિશુના અંગ દાને ચાર જીવનમાં નવી આશા પ્રગટાવી છે. પુત્રને બ્રેઈન ડેડ જાહેર કરાયા બાદ માતાપિતાએ બાળકના અંગોનું ( organs )  દાન ( organs donation ) કારણો હિંમતભેર નિર્ણય લીધો હતો. એક અઠવાડિયા અગાઉ જ સુરતમાં જ શિશુના અંગદાનનો કિસ્સો બન્યો હતો.

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ ડાયમંડ યુનિટના કર્મચારી પત્નીને સોનોગ્રાફી માટે લઈ ગયા હતા ત્યારે ડૉક્ટરોએ ડિલિવરી માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી. 23મી ઓક્ટોબરની સાંજે સિઝેરિયન ડીલીવરી કરાયા બાદ જન્મેલા બાળકના ધબકારા સામાન્ય કરતા માત્ર 15 ટકા જ હતા, તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, બાળક રડતું ન હતું, તેના શરીરમાં કોઈ હલનચલન ન હતી. 48 કલાકના ઓબ્ઝરવેશાન બાદ ડોકટરોએ બાળકને બ્રેઈન ડેડ જાહેર કર્યું હતું.

માતાપિતાના આ ઉમદા નિર્ણયથી ઘણાને આશા અને નવું જીવન મળ્યું…

સુરતમાં જ તાજેતરના શિશુના અંગ દાનના કિસ્સાથી વાકેફ દંપતીએ તેમના માતાપિતાની મંજૂરી સાથે બાળકનું અંગદન કરવાનું નક્કી કર્યું હતું. બાળકનો જન્મ 23 ઓક્ટોબરે સાંજે અંદાજે 7.50 વાગ્યે થયો હતો. બ્રેઈન ડેડ જાહેર કરાયા બાદ શુક્રવારે રાત્રે તેની કિડની, કોર્નિયા અને બરોળ સહિતના અંગોનું દાન કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Cash For Query Case: ‘બિઝનેસમેનને સંસદના લોગિન-પાસવર્ડ આપ્યા હતા પણ..’ એથિક્સ કમિટી સમક્ષ મહુઆની કબૂલાત.. જાણો શું કહ્યું મહુઆ મોઈત્રાએ..વાંચો વિગતે અહીં..

ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના જણાવ્યું હતું કે પરિવાર પર આવી પડેલા આઘાત છતાં, માતાપિતાના આ ઉમદા નિર્ણયથી ઘણાને આશા અને નવું જીવન મળ્યું છે.

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version