News Continuous Bureau | Mumbai
Surat: ગત રાત્રિએ ૧૮૧ અભયમ ટીમને ( 181 Abhayam team ) જાણ થતા તત્કાલ સ્થળ પર જઈને ભૂલા પડેલા માનસિક રીતે અસ્વસ્થ લક્ષ્મીબેનને (નામ બદલેલ છે) “સખી” વન સ્ટોપ સેન્ટર ખાતે પહોચાડવામાં આવ્યા હતા. અભયમ ટીમ દ્વારા તેમનું કાઉન્સિલિંગ કરતા માત્ર તેમના ગામનું નામ બિલવાં(નામ બદલેલ છે) જાણવા મળ્યું હતું. જેના આધારે સુરત અભયમ ટીમ ( Surat Abhayam team ) દ્વારા બહેનના પરિવારની શોધખોળ હાથ ધરાઇ હતી. તેમણે જણાવેલા નામને આધારે ગામના આગેવાનોની મદદ લેતા બહેનના પરિવારજનોનો સંપર્ક થયો હતો. પરિવારજનોને જાણ કરતા તેઓએ સુરત “સખી” વન સ્ટોપ સેન્ટર પર આવી પહોંચ્યા હતા. માત્ર ૧૪ કલાકમાં જ પરિવાર સાથે સુખદ મિલન થતાં લક્ષ્મીબેન અને તેમના પરિવારજનોએ હર્ષના આંસુ સાથે અભયમ ટીમનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો
આ સમાચાર પણ વાંચો : Mumbai Rain: મુંબઈમાં ચાર મહિનાનો વરસાદ માત્ર બે જ મહિનામાં, આગામી ત્રણ દિવસ ફરી ભારે વરસાદની આગાહી.. જાણો વિગતે..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
