Surat: EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી

Surat: દર્દીને સ્વસ્થ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે રૂા.૧.૨૮ કરોડના ઈન્જેકશનો વિનામૂલ્યે અપાયાSurat:

Surat A patient undergoing treatment with EMICIZUMAB Profile Access underwent successful surgery for the first time in the entire state of Gujarat at the new Civil Hospital

News Continuous Bureau | Mumbai

Surat: સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સફળ સર્જરી કરવામાં આવી છે. ૪૧ વર્ષીય જન્મથી હિમોફિલિયાના પીડિત લાલુભાઈ નાનજીભાઈ લોહનું સફળ ઓપરેશન કરીને સ્વસ્થ કર્યા છે. ઓપરેશન પહેલા, દરમિયાન અને બાદમાં રૂા.૧.૨૮ કરોડના ઈન્જેકશનો વિનામૂલ્યે આપીને દર્દીને સ્વસ્થ કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ભૂતેડી ગામના વતની લાલુભાઈએ નવી સિવિલના ડોકટરો દેવદૂત બનીને નવું જીવન આપ્યું હોવાની લાગણી વ્યકત કરી હતી.

Join Our WhatsApp Community

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Surat: લાલુભાઈએ જણાવ્યું કે, એક વર્ષ પહેલા મને ડાબા પગમાં હિમોફિલીયાની ગાંઠ થઈ હતી. નજીકમાં મહેસાણા, અમદાવાદની સરકારી તથા પ્રાઈવેટ હોસ્પિટલોમાં બતાવ્યું. પરંતુ આ પ્રકારના ઓપરેશનમાં એક કરોડથી વધુનો માતબર ખર્ચ થતો હોવાનું તબીબોએ જણાવ્યું. મારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે કોઈએ મારો હાથ ન ઝાલ્યો. સુરતની હિમોફિલીયા સોસાયટી દ્વારા જાણવા મળ્યું કે, સુરતની સિવિલમાં આ ઓપરેશન શક્ય બનશે. જેથી હું એકાદ મહિના પહેલા નવી સિવિલમાં આવીને બતાવ્યું. અહીના ડોકટરોએ ઓપરેશન કરવાની તત્પરતા બતાવી. કોઈ પણ ચાર્જ વિના મારૂ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું એમ જણાવી નવી સિવિલના તમામ ડોકટરો અને રાજય સરકારનો આભાર માન્યો હતો.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આ સમાચાર પણ વાંચો : Adani bribery case: અમેરિકામાં અદાણીના લાંચ કેસમાં મોટું અપડેટ, ન્યૂયોર્ક કોર્ટે આપ્યા આ આદેશ.. વધી શકે ઉધોગપતિની મુશ્કેલીઓ…

Surat: નવી સિવિલના ઓર્થોપેડીક વિભાગના એસો.પ્રોફેસર ડો.નિતિન ચૌધરીએ જણાવ્યું કે, જ્યારે લાલુભાઈ અમારી પાસે આવ્યા ત્યારે ચેક કરતા ઘૂંટણના પાછળના ભાગે હિમોફિલીયાની ગાંઠ થઈ હતી. અમે ઓપરેશન કરવાની તત્પરતા દર્શાવી. ગત તા.૨૬મી ડિસેમ્બરે ઓર્થોપેડિક વિભાગના વડા ડો.હરિ મેનનના માર્ગદર્શન હેઠળ અમારી ટીમના ડો.દીક્ષિત, ડો.નિમેષ તથા એનેસ્થેસીયાના ડો.બંસરી કંથારીયા સાથે મળીને ઓપરેશન કર્યું. ત્રણ થી ચાર કલાકની જટિલ શસ્ત્રક્રિયા કરીને ગાંઠને દૂર કરી. ગાંઠમાંથી ત્રણ લીટર દૂષિત રક્ત દૂર કર્યું. આમ નર્સિગ સ્ટાફ, એનેસ્થેસીયાની ટીમ, રેસીડેન્ટ ડોકટરો તથા વર્ગ-૪ના કર્મયોગીઓના સહિયારા પ્રયાસોથી ઓપરેશન સફળ થયું હતું.

 

 

 

 

 

 

 

 

 

 

ટીમના સાથી ઓર્થોપેડિક (ઓન્કોલોજી) ડો.રાહુલ પરમારે વધુ વિગતો આપતા કહ્યું કે, લાલુભાઈને બ્લડની ગાંઠ (ટ્યુમર) હતી. લોહીની નળી ટ્યુમર સાથે ચોંટેલી હતી. ઓપરેશન દરમિયાન ખાસ તકેદારી રાખીને લોહીની નળીને અલગ કરીને ટ્યુમર(ગાંઠ)ને કાઢવામાં આવી હતી.

Western Railway increases the frequency of Ahmedabad-Thivim bi-weekly special train (1)

 

 

 

 

 

 

 

 

Surat: નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રી ડો. ધારિત્રી પરમારે જણાવ્યું કે, હિમોફિલીયા પીડિત લાલુભાઈની EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર શરૂ છે. આ EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની ગુજરાતમાં સૌપ્રથમ સર્જરી કરવામાં આવી છે. સર્જરીમાં હિમોફિલીયા સોસાયટીના સુરત ચેપ્ટરના સહયોગ અને રાજ્ય સરકારની મદદથી ફેક્ટર્સ સેવન 2 MGના એક ઈન્જેકશન (VIALS) એમ ૧૬૦ VIALS એટલે જે કુલ ૩૨૦ MGના ઈન્જેકશન દર્દીને આપવામાં આવ્યા હતા. 2 MGના એક ઈન્જેકશનની કિંમત આશરે રૂ.૮૦ હજાર જેટલી થાય છે. કુલ અંદાજિત રૂા.૧.૨૮ કરોડના ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. હિમોફિલીયા સોસાયટી(સુરત)ના નિહાલ ભાતવાલા અને નિલેશ જરીવાલાની જહેમતથી દર્દી સારવાર માટે સુરત આવ્યા હતા. હાલ દર્દી સ્વસ્થ હોવાનું તેઓ જણાવે છે.


RMO ડો.કેતન નાયકે જણાવ્યું હતું કે, લાલુભાઈ જેવા સેંકડો જરૂરિયાતમંદ દર્દીઓ સુરત સિવિલમાં સારવાર લેવા આવે છે અને વિનામૂલ્યે સારવાર મેળવી સ્વસ્થ થઈને ઘરે પરત જાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version