News Continuous Bureau | Mumbai
Surat: સુરત સહિત ભરૂચ, તાપી, ડાંગ, નર્મદા, નવસારી તથા વલસાડ જિલ્લાઓમાં વસવાટ કરતા
પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓના સંતાનો કે જેઓ સુરતના શૈક્ષણીક સંસ્થાઓમાં ધોરણ ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે ગૌરવ સેનાની ભવન ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ છાત્રાલયમાં એડમીશન મેળવવા ઇચ્છુક માતા-પિતાએ કચેરીનો રૂબરૂ સંપર્ક કરી એડમીશન ફોર્મ મેળવી ને સત્વરે જમા કરવાના રહેશે. વધુ વિગતો માટે ટેલિફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦/૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક સાધવા સુરતના મદદનીશ જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો: ITI Majura: સુરત જિલ્લામાં ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓને કારકિર્દી વિકલ્પો પર માર્ગદર્શન, ITI Majuraમાં સેમિનાર..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.