Site icon

EV incentives Surat: સુરત ગ્રીન વ્હીકલ પોલિસી-૨૦૨૫ શું છે?

ભારતમાં પહેલીવાર શહેર સ્તરે સુરત મહાનગરપાલિકાએ નવતર પોલિસી લાગુ કરી છે

EV-incentives-Surat-સુરત-ગ્રીન-વ્હીકલ-

EV-incentives-Surat-સુરત-ગ્રીન-વ્હીકલ-

News Continuous Bureau | Mumbai

ભારતમાં પહેલીવાર શહેર સ્તરે સુરત મહાનગરપાલિકાએ નવતર પોલિસી લાગુ કરી છે. જેનો ઉદ્દેશ શહેરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવું, ઇલેક્ટ્રિક, હાઇડ્રોજન, બાયો-ફ્યુઅલ અને ઇથેનોલ આધારિત વાહનોને પ્રોત્સાહન આપવું અને ગ્લોબલ વોર્મિંગ સામે પગલાં ભરવા માટે સ્વચ્છ ઊર્જા તરફ લોકોને દોરી જવાનો છે.

Join Our WhatsApp Community

EV incentives Surat ઇલેક્ટ્રિક વાહન ખરીદનારને રૂ. ૩ હજારથી રૂ.એક લાખ સુધીનો સીધો ફાયદો મળશે, વાહનના પ્રકાર અને કિંમત અનુસાર વાહન વેરામાં પાંચ વર્ષ માટે રાહત, પર્યાવરણ ચાર્જમાંથી મુક્તિ અને પાલિકા સંચાલિત પાર્કિંગમાં 10% જગ્યા ગ્રીન વાહનો માટે આરક્ષિત રહેશે. ઇ-ઓટો રિક્ષા માટે વિશેષ પ્રોત્સાહન અપાશે. ભવિષ્યમાં RTOમાં માત્ર ઇ-ઓટો રિક્ષાની નોંધણી કરવામાં આવશે, તેમજ હાઇડ્રોજન બસ દોડાવવાનું આયોજન છે,

આ સમાચાર પણ વાંચો : Surat e-mobility: દેશની સૌપ્રથમ ‘સુરત ગ્રીન વ્હીકલ પોલિસી-૨૦૨૫’નું લોન્ચિંગ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ

આ પોલિસી હેઠળ શહેરમાં ૪૫૦ થી વધુ ચાર્જિંગ સ્ટેશન PPP મોડલ હેઠળ બનાવાશે ગ્રીન વ્હીકલ સેલની રચના થશે, જેમાં ટેકનિકલ અને ગવર્નિંગ કમિટીઓ હશે. ગ્રીન વ્હીકલ પોર્ટલ દ્વારા નાગરિકોને માહિતી મળશે. મ્યુનિસિપલ ફંડ, ગ્રીન બોન્ડ અને CSR દ્વારા નાણાંકીય સહાય મળશે.

Surat e-mobility: દેશની સૌપ્રથમ ‘સુરત ગ્રીન વ્હીકલ પોલિસી-૨૦૨૫’નું લોન્ચિંગ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ
Pulsana Gram Panchayat: સુરત જિલ્લાની પલસાણા ગ્રામપંચાયતનું ‘ડિજિટલ ઈન્ડિયા’ તરફ વધુ એક પગલું
Surat VRDL: સરકારી મેડિકલ કોલેજ-સુરતની વાયરલ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી (VRDL)એ દેશની ટોચની ૧૦ લેબોરેટરીમાં સ્થાન મેળવ્યું
PM Modi Birthday: સુરત શહેર હોમગાર્ડઝ અને જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ(JCI)-બારડોલીએ વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે ૧.૭૫ લાખ સીડ બોલ્સ બનાવી વિશ્વ વિક્રમ સર્જ્યો
Exit mobile version