Site icon

Surat : સુરત શહેર-જિલ્લા કક્ષાએ “બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા ૨૦૨૪ – ૨૫” યોજાશે

Surat : ૭ થી ૧૩ વર્ષ સુધીના ઇચ્છુક સ્પર્ધકોએ તા. ૨૨ ઓગસ્ટ પહેલા ફોર્મ જમા કરાવવા અપીલ

Surat City-District Level baal natya And Nritya Competition 2024-25 Children's Drama and Dance Drama Competition 2024-25 will be held

Surat City-District Level baal natya And Nritya Competition 2024-25 Children's Drama and Dance Drama Competition 2024-25 will be held

News Continuous Bureau | Mumbai 

Surat :  ગુજરાત સરકારના ( Gujarat Government ) રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર-હેઠળના જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-સુરત દ્વારા “બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા ૨૦૨૪ -૨૫” ( Baal Natya And Nritya Competition 2024-25 ) યોજાશે. જેનો મુખ્ય હેતુ લોકોને કલા સંસ્કૃતિથી માહિતગાર કરવાનો છે.    

Join Our WhatsApp Community

         શહેર ( Surat ) તેમજ જિલ્લા કક્ષાએ યોજાનારી બન્ને સપર્ધાઓમાં તા.૩૧/૧૨/૨૦૨૪ના રોજ ૦૭ વર્ષથી વધુ અને ૧૩ વર્ષ સુધીના બાળકો ( Children ) ભાગ લઈ શકશે. જેમાં બાળ નાટકમાં વધુમાં વધુ ૧૫ સ્પર્ધકો સાથે ૦૮ સહાયકો તથા બાળ નૃત્ય નાટીકામાં ( Children’s Drama and Dance Drama Competition 2024-25 ) વધુમાં વધુ ૨૫ સ્પર્ધકો સાથે ૦૮ સહાયકો ભાગ લઈ શકશે. બન્ને કૃતિઓની રજૂઆતનો સમય ઓછામાં ઓછો ૩૦ મિનિટ અને વધુમાં વધુ ૪૫ મિનિટ રહેશે.

આ સમાચાર પણ વાંચો  : Power Petrol Vs Normal Petrol: સામાન્ય પેટ્રોલ અને પાવર પેટ્રોલ વચ્ચે શું તફાવત હોય છે? જેના કારણે બંનેના ભાવમાં તફાવત જોવા મળે છે.. જાણો વિગતે..

 આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છૂક સુરત શહેર તથા ગ્રામ્યની શાળાઓ તેમજ વિવિધ સંસ્થાઓને સ્પર્ધાના પ્રવેશપત્રો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, પ્રથમમાળ,જુના સિવિલ કોર્ટ બિલ્ડીંગ, નાનપુરા, સુરત કચેરી ખાતેથી મેળવી તા.૨૨/૦૮/૨૦૨૪એ ૧:૦૦ વાગ્યે સુધીમાં આધારકાર્ડ અને સ્ક્રિપ્ટ સહિત જમા કરાવવા જિલ્લા યુવા વિકાસ અધિકારી-સુરતની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version