Site icon

Surat : સુરત શહેર ટ્રાફીક શાખા દ્વારા રોંગ સાઈડમાં વાહન ચલાવનારા ચાલકોને જાગૃત કરવામાં આવ્યા

Surat : ૪૯ વાહન ચાલકોના લાયસન્સ રદ્ કરવા આર.ટી.ઓ.માં રીપોર્ટ કરવામાં આવ્યોઃ

Surat City Traffic Branch alerted drivers driving on the wrong side

Surat City Traffic Branch alerted drivers driving on the wrong side

 News Continuous Bureau | Mumbai

Surat :  પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ટ્રાફીક શાખા ( Surat Traffic Branch ) દ્વારા રોંગ સાઈડમાં જે વાહન ચાલકો પોતાનું વાહન રોંગ સાઈડમાં ( wrong side driving ) ચલાવે છે તેવા ચાલકોને જાગૃત કરવામાં આવ્યા હતા.  

Join Our WhatsApp Community

               સમગ્ર સુરત શહેરમાં ૮૦ ટીમો બનાવી દરેક રિજન સર્કલ અને સેમી સર્કલ તરફથી જે વાહનો રોંગ સાઈડમાં ચલાવે છે તેવા ૩૧૪ વાહન ચાલકોને ( vehicle drivers ) સમજાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતા ૪૯ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓમાં ( Surat RTO ) રિપોર્ટ કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ રોંગ સાઈડ થી જે પણ અકસ્માતો થાય છે તે અકસ્માતોમાં ઘટાડો કરવા માટે સુરત શહેર ટ્રાફીક શાખા દ્વારા આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. જો કોઈ પણ વાહન ચાલક અવારનવાર રોંગ સાઈડ પર જશે તો તેઓના લાયસન્સ સસ્પેન્ડની ( license suspension ) કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ સુરત શહેર ટ્રાફિક શાખા તે અકસ્માત ઘટાડા કરવાના ભાગરૂપે રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોને સૌપ્રથમ જાગૃત કરવામાં આવશે અને ત્યારબાદ જો અવારનવાર કોઈ વાહન ચાલક રોંગ સાઈડ પોતાનું વાહન ચલાવશે તો તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

આ સમાચાર  પણ વાંચો : White Ration Card: મહારાષ્ટ્રમાં સફેદ રેશનકાર્ડ ધારકોને પણ હવે આરોગ્ય યોજનાનો લાભ મળશે, આધાર નંબર સાથે લિંક કરવામાં આવશે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Surat Ganesh Utsav: મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના
Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી
Exit mobile version