News Continuous Bureau | Mumbai
Surat Diamond Bourse : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસિદ્ધિ પામેલા સુરત ડાયમંડ બુર્સ સંદર્ભે ચર્ચા નું બજાર ગરમ છે. અહીંની સુવિધાઓ તેમજ કોમ્પલેક્ષ ( complex ) જોઈને વિદેશીઓ પણ મોઢામાં આંગળા નાખી જશે. સરકારની અપેક્ષા છે કે અહીં અબજોનો વેપાર થશે. જેને કારણે સુરત આંતરરાષ્ટ્રીય વેપારનું ( international trade ) કેન્દ્ર બની જશે. આ માટે સરકારે અહીં આંતરરાષ્ટ્રીય સ્તર નું એરપોર્ટ પણ બની ચૂક્યું છે. અહીં 67 લાખ સ્કવેર ફૂટની ઓફિસો આવેલી છે.
કોણ છે ડાયમંડ બુર્સ નો માલિક?
સુરત ડાયમંડ બુર્સ એક નોન પ્રોફિટ એક્સચેન્જ ( Non profit exchange ) છે. આ એક કંપની છે અને તે ડ્રીમ સિટી નો ભાગ છે. ડ્રીમ સિટી એટલે કે ડાયમંડ રિસર્ચ અને મર્કેન્ટાઈલ. આ એક્સચેન્જ ની કલ્પના વર્ષ 2013 માં કરવામાં આવી હતી. તેમજ તે વર્ષે કંપનીનું સર્જન થયું હતું અને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ( Anandiben Patel ) આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી. વર્ષ 2015માં તેનો પાયો નાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ ડાયમંડ બુર્સ બનીને તૈયાર છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Local train : મોટા સમાચાર : મુંબઈની વિરાર ટ્રેન માં યુવકની ફાંસીએ લટકેલી લાશ મળી.
