Site icon News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024: ચૂંટણી લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર સતર્ક, વિવિધ વિસ્તારોમાં ઇવીએમ અને વીવીપેટ જાગૃતિ નિદર્શનના કાર્યક્રમો યોજાયા.

Lok Sabha Election 2024: યુવા અને ગ્રામ્ય મતદારો માટે સુરત શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઇવીએમ અને વીવીપેટ જાગૃતિ નિદર્શનના કાર્યક્રમો યોજાયા. ઇવીએમ ડેમોન્સ્ટ્રેશન સેન્ટર (EDC) ઉપર તા.૧લી જાન્યુ.થી ૧૬મી માર્ચ સુધી ૧,૦૦,૬૩૨ નાગરિકોએ મુલાકાત લીધી, જેમાંથી ૯૯,૪૬૪ નાગરિકોએ મોક વોટ કર્યું. મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વેન્સ(MDV) મારફતે મતદારોને EVM-VVPATના ઉપયોગ અંગે માહિતગાર કરાયા*

Surat district administrative system alert, EVM and VVPAT awareness demonstration programs were held in various areas.

Surat district administrative system alert, EVM and VVPAT awareness demonstration programs were held in various areas.

 News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024:  લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને યુવા અને ગ્રામ્ય મતદારોને ઇવીએમ ( EVM ) અને વીવીપેટ અંગે જાગૃત કરવાના હેતુ સાથે ( Surat ) સુરત શહેર-જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં ઇવીએમ અને વીવીપેટ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ઇવીએમ ડેમોન્સ્ટ્રેશન સેન્ટર ( EDC ) તેમજ મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વેન્સ(MDV) મારફતે મતદારોને EVM-VVPATના ઉપયોગ અંગે માહિતગાર કરાયા હતા. જિલ્લા-શહેરની સંબંધિત મામલતદાર કચેરીઓ, પુરવઠા કચેરીઓમાં ઉભા કરાયેલા ઇવીએમ ડેમોન્સ્ટ્રેશન સેન્ટર (EDC) ઉપર તા.૧લી જાન્યુ.થી તા.૧૬મી માર્ચ સુધીમાં ૧,૦૦,૬૩૨ નાગરિકોએ મુલાકાત લીધી, જેમાંથી ૯૯,૪૬૪ નાગરિકોએ મોક વોટ કર્યા હતા. અઠવાલાઈન્સ સ્થિત જિલ્લા ચૂંટણી અધિકારીની મુખ્ય કચેરી, જિલ્લા સેવા સદન ખાતે ૧૦૮૦ નાગરિકોને મુલાકાત લઈ મોક વોટ કર્યું હતું. રિટર્નિંગ ઓફિસર (RO)/ રેવન્યુ સબ ડિવિઝન હેડક્વાર્ટર ખાતે ૯૯૫૫૨ નાગરિકોએ મુલાકાત લીધી હતી,જેમાંથી ૯૮૨૮૪ નાગરિકોએ મોક વોટ કર્યો હતો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  BJP List: ભાજપે વધુ એક યાદી બહાર પાડી, જાણો કોની ટિકિટ કપાઈ અને કોને મળી તક..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version