Site icon

Surat district: સુરત જિલ્લામાં હોટલ અને ગેસ્ટ હાઉસમાં વિદેશી રોકાણ પર તાત્કાલિક પોલીસને નોંધ આપવી અનિવાર્ય, હોટલ માલિકોને વિદેશી નાગરિકોની માહિતી આટલા કલાકમાં આપવા આદેશ

Surat district: સુરત જિલ્લામાં હોટલ, લોજમાં રોકાણ કરનારની જાણકારી ૨૪ કલાકમાં પોલીસ સ્ટેશનમાં આપવી: અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

Surat district It is mandatory to immediately report to the police on foreign stays in hotels and guest houses in Surat district

Surat district It is mandatory to immediately report to the police on foreign stays in hotels and guest houses in Surat district

News Continuous Bureau | Mumbai

Surat district: સુરત જિલ્લામાં જાહેર સલામતી અને શાંતિ જળવાય રહે એ ઉદ્દેશથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામા સમગ્ર સુરત જિલ્લા (પોલીસ કમિશનરની હદ સિવાય)ની હૂકુમત હેઠળના વિસ્તારમાં આવેલા મકાન, હોટલ, લોજ, બોર્ડીગ કે ગેસ્ટ હાઉસોમાં બહારના રાજય કે દેશ બહારથી આવતા વિદેશીઓને માલિકો ભાડેથી આપે ત્યારે તેની જાણ ૨૪ કલાકમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવી. હોટલમાં આવનારા વિદેશી નાગરિકોના પાસપોર્ટ, વીઝા, ફોન નંબર અને ભારતમાં આવ્યા અંગેની ડીટેઈલ કોપી લેવી. વિદેશી નાગરિક તરીકે નોધણી કરાવેલ હોય તો રેસિડેન્શિયલ પરમીટની કોપી મેળવીને રેકર્ડમાં રાખવી. વિદેશી વિઝીટરનું બુકીગ કરાવનારના નામ, સરનામા, ટેલીફોન સહિતના નક્કર પુરાવા મેળવવા. સુરત જિલ્લામાં કઇ જગ્યાએ કયા કામ માટે કોને કોને મળવાના છે? કેટલો સમય રોકાવાના છે? તેની સંપૂર્ણ વિગત મેળવવી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Gujarat Government: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ત્વરિત અને પારદર્શી નિર્ણાયક્તાનો અભિગમ, આટલા કરોડના વિકાસ કામોની એક જ દિવસમાં મળી મંજૂરી

Surat district; કોઇ પણ મુસાફરની શંકાસ્પદ હિલચાલ જણાયેથી તાત્કાલિક પોલીસને જાણ કરવી. માલિકોએ સી. સી. ટી. વી કેમેરાની વ્યવસ્થા રાખવી અને તેનું રેકોર્ડીગના બેકઅપ ત્રણ માસ સુધી રાખવાના રહેશે. આવા ગેસ્ટ હાઉસમાં રોકાણ માટે આવતા મુસાફરો જે વાહનમાં આવે તે વાહનનો પ્રકાર, રજીસ્ટ્રેશન નંબર, રજીસ્ટરમાં નોધવાનો રહેશે. જે પબ્લીક ટ્રાન્સપોર્ટમાં આવેલ હોય તો તે મુજબ તથા તેના મોબાઈલ નંબર રજીસ્ટરમાં નોધ કરવાની રહેશે. હોટલના માલિકોએ રજીસ્ટરમાં એન્ટ્રી કરવાની સાથે રિસેપ્શન પર ઈન્ટરનેટ કનેક્ટિવિટીનું કમ્પ્યુટર રાખી પથિક સોફટવેરમાં એન્ટ્રી કરવાની રહેશે. આ જાહેરનામું તા.૧૫/૦૪/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version