Site icon

Garib Kalyan Mela Gujarat: બારડોલીમાં સુરત જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું કરાશે વિતરણ.

Garib Kalyan Mela Gujarat: ગરીબ કલ્યાણ મેળા દરમિયાન અને ત્યારબાદ કુલ ૧૯,૫૪૧ હજાર લાભાર્થીઓને રૂ.૭૦ કરોડની સાધનસહાય અર્પણ કરાશે.દરિદ્રનારાયણ માટેના યજ્ઞ સમાન ગરીબ કલ્યાણ મેળા દ્વારા રાજ્ય સરકારનો યોજનાકીય સાધન સહાય હાથોહાથ એનાયત કરવાનો અભિગમ

Surat district level Garib Kalyan Mela will be held in Bardoli, Harsh Sanghvi will distribute material assistance to the beneficiaries.

Surat district level Garib Kalyan Mela will be held in Bardoli, Harsh Sanghvi will distribute material assistance to the beneficiaries.

News Continuous Bureau | Mumbai

Garib Kalyan Mela Gujarat: ગુજરાત સરકારની વિવિધ યોજનાકીય સહાય ગરીબ લાભાર્થીઓને એક જ સ્થળે હાથોહાથ આપવાના આશયથી દર વર્ષે  ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળો યોજાય છે. જેના ભાગરૂપે સુરત ( Surat ) જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો તા.૨૭મીએ સવારે ૯.૦૦ કલાકે સરદાર પટેલ ટાઉન હોલ, બારડોલી ખાતે યોજાશે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ( Harsh Sanghavi ) અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને હાથોહાથ સાધન સહાયનું વિતરણ કરવામાં આવશે. ગરીબ કલ્યાણ મેળા દરમિયાન અને ત્યારબાદ કુલ ૧૯,૫૪૧ લાભાર્થીઓને રૂ.૭૦ કરોડની સાધનસહાય અર્પણ કરાશે.  

Join Our WhatsApp Community

જુદા જુદા વિભાગો દ્વારા માનવ કલ્યાણ યોજના, માનવ ગરિમા, સ્વસહાય જુથ સંબંધિત યોજનાઓ, આવાસ, વ્હાલી દિકરી, દિવ્યાંગ લગ્ન સહાય, કૃષિ અને પશુપાલનની યોજનાઓ,, કુંવરબાઇ મામેરા, સ્વસહાય જૂથોને સ્ટાર્ટઅપ ફંડ, ગંગાસ્વરૂપા અને વૃદ્ધ સહાય પેન્શન, સ્વામિત્વ, વિદેશ અભ્યાસ લોન, નિ:શુલ્ક બસ પાસ, ખેડૂતોને ઓજાર સહાય, ખેત મજુરોને સાધન સહાય સહિતની અનેકવિધ યોજનાના ( Garib Kalyan Mela ) લાભો અપાશે. 

આ સમાચાર પણ વાંચો :  Gujarat Coastal Clean Up: ગુજરાતમાં આ અભિયાન અંતર્ગત ૧૩ દરિયાકિનારે હાથ ધરાયુ સ્વચ્છતા ડ્રાઈવ, ૧૨ હજાર કિલોથી વધુ ઘન કચરાનો નિકાલ.

            આ પ્રસંગે જિલ્લા પંચાયતના ( Gujarat Government ) પ્રમુખ ભાવિનીબેન પટેલ, સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય સર્વ શ્રી મોહનભાઈ ઢોડીયા, ઈશ્વરભાઈ પરમાર, સંદીપભાઈ દેસાઈ, ગણપતભાઈ વસાવા, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version